Bhavnagar Election 2026 : ભાવનગર મનપાની ચૂંટણીમાં કોણ મારશે બાજી? ધારાસભ્ય સેજલ પંડયાએ પરિવાર સાથે કર્યુ મતદાન
- Bhavnagar Election 2026 ની ચૂંટણી માટે મતદાન
- ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યાએ કર્યુ મતદાન
- પરિવાર સાથે સેજલ પંડ્યાએ મતદાન કર્યુ
- લોકો મતદાન કરે તે માટે ધારાસભ્યએ કરી અપીલ
- લોકશાહીના પર્વને લોકોએ વધાવ્યું
Bhavnagar Election 2026 : ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની 52 બેઠક ઉપરની ચૂંટણી (election)ને લઈને 445 જેટલા મતદાન મથક નિશ્ચિત કરવામાં આવ્યા છે. આ તમામ મતદાન મથક ઉપર નિમવામાં આવેલા કર્મચારીઓને પોતાના સ્ટાફ સાથે ઇવીએમ (evm) ફાળવણીના પગલે હાજર રહ્યા હતા. ભાવનગર શહેરમાં 445 જેટલા મતદાન મથક હોય અને કુલ 4,58,376 મતદારો છે. મહાનગરપાલિકા સહિત જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લઈને પોલીસ (police) તંત્ર સજ્જ થઈ ચૂક્યુ છે. ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠક ઉપર સંવેદનશીલ બુથને પગલે ભાવનગરના ડીએસપી દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જિલ્લામાં પણ આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વધુ પોલીસ કાફલો ગોઠવાયો છે.
ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠકો
ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે દરેક બુથ ઉપર સુરક્ષાને પગલે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાકર્મીઓને તૈનાતી કરવામાં આવી છે. ભાવનગરના ડીએસપી નિતેશ પાંડેય દ્વારા મહાનગરપાલિકાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં 210 તાલુકા પંચાયત, 96 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 40 બેઠકો ઉપર પણ ચૂંટણીને પગલે મતદાનની પ્રક્રિયાને લઈને પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારમાં વધુ પોલીસ ગોઠવાઈ
ચૂંટણીના દિવસોમાં શાંતિથી મતદાનની પ્રક્રિયા થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ છે. અમે નેત્રમ કેમેરામાં પણ નજર રાખવાના છીએ. ભાવનગર સિહોર અને પાલીતાણા જેવા પંથકમાં નેત્રમથી નજર રાખવામાં આવશે. શહેર નગરપાલિકા પંચાયત સહિત જિલ્લામાં 272 અતિ સંવેદનશીલ વિસ્તાર હોવાને પગલે ત્યાં વધુ પોલીસ ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો : Bhavnagar Election: 30 વર્ષનું શાસન કે પરિવર્તનની લહેર? ભાવનગર મનપાની ચૂંટણીમાં કોણ મારશે બાજી?


