Bhavanagar News: ઘોઘામાં થયેલા અકસ્માત કેસમાં નવો વળાંક, શું જૂની અદાવતનો બદલો લેવા હત્યા કરી?
Bhavanagar News: ભાવનગરના ઘોઘા નજીક અવાણીયા મામાદેવ મંદિર પાસે તાજેતરમાં સર્જાયેલ અકસ્માતના કિસ્સામાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. સામાન્ય અકસ્માત લાગતી આ ઘટના પાછળ જૂની અદાવત અને હત્યાનું કાવતરું હોવાનું બહાર આવતા પોલીસ તંત્ર પણ હચમચી ગયું છે. આ ગંભીર મામલે પોલીસે હસમુખભાઈ ઉર્ફે શિશો મંગાભાઈ કંટારીયા વિરુદ્ધ હત્યાનો ગુનો (Murder Case) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ ગત તારીખ 28 મે, 2026 ના રોજ અવાણીયા મામાદેવ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘોઘાના ભૂતેશ્વર ગામના ત્રણ યુવકો હાર્દિકભાઈ બટુકભાઈ કંટારીયા, શાંતિભાઈ ઘેલાભાઈ કંટારીયા અને રોનકભાઈ ગાંડાભાઈ કંટારીયા ભાવનગરથી પોતાના ગામે એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરપાડ ઝડપે આવી રહેલી એક ઇકો કારના ચાલક હસમુખભાઈ કંટારીયાએ જાણીજોઈને અકસ્માત સર્જી ત્રણેય યુવકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
બદલાની ભાવનાથી સર્જાયો અકસ્માત
મળતી જાણકારી અનુસાર આ ઘટના પાછળનું મુખ્ય કારણ એક વર્ષ જૂની અદાવત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અંદાજે એક વર્ષ અગાઉ હસમુખભાઈના ભાઈ પિયુસભાઈ મંગાભાઈ કંટારીયાની હત્યા હાર્દિકભાઈ અને સુનિલભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ હત્યાનો બદલો લેવા માટે હસમુખભાઈએ એક ઘાતક પ્લાન (Deadly Plan) કર્યો હતો અને તક મળતા જ આ ત્રણેય યુવકોને ટાર્ગેટ કર્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શાંતિભાઈ ઘેલાભાઈ કંટારીયાનું ટૂંકી સારવાર દરમિયાન મોત (Fatal Accident) નિપજ્યું હતું. ઘોઘા પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. આરોપી હસમુખભાઈ વિરુદ્ધ આઈપીસીની ગંભીર કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bhavnagar News: દીકરી બોલતી કરવાના નામે મહિલાએ કરી 86 હજારની ઠગાઈ


