Bhavnagar ના ઘોઘામાં કંપારી છૂટી જાય તેવો અકસ્માત! હિતેષભાઈ ઘરે પહોંચે તે પહેલા જ કાળ આંબી ગયો
- ભાવનગર (Bhavnagar) ના ઘોઘામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત (Accident)
- સાત દેરી પાસે નીલગાય સાથે બાઈક અથડાતા અકસ્માત (Accident)
- અકસ્માતમાં હિતેષભાઈ ગોહિલ નામના યુવકનું મોત
- બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત
- ઘોઘા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો
- અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા
Bhavnagar Accident : ભાવનગર (Bhavnagar) જિલ્લાના ઘોઘા (Ghogha) પંથકમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) ની ઘટના સામે આવી છે. ઘોઘા રોડ પર આવેલા 'સાત દેરી' (Sat Deri) નજીક નીલગાય (Blue Bull/Rozada) સાથે બાઈક અથડાતા એક આશાસ્પદ યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ભાવનગર (Bhavnagar) ના ઘોઘામાં ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી મુજબ, હિતેષભાઈ શાંતિભાઈ ગોહિલ (Hiteshbhai Gohil) નામનો યુવક પોતાનું ટુ-વ્હીલર બાઈક લઈને ભાવનગર તરફથી ઘોઘા આવી રહ્યો હતો. આ દરમિયાન સાત દેરી પાસે અચાનક રોઝડું (Wild Animal) આડું ઉતરતા બાઈક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે હિતેષભાઈનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું.
Bhavnagar Ghogha Accident: ભાવનગરના ઘોઘામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
સાત દેરી પાસે નીલગાય સાથે બાઈક અથડાતા અકસ્માત
અકસ્માતમાં હિતેષભાઈ ગોહિલ નામના યુવકનું મોત
બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ નીપજ્યું કરુણ મોત
ઘોઘા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો
અકસ્માતને પગલે ઘટનાસ્થળે… pic.twitter.com/Dl0oEuF2rZ— Gujarat First (@GujaratFirst) March 2, 2026
પોલીસ કાર્યવાહી અને હોસ્પિટલ
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણકારી મળતા જ ઘોઘા પોલીસ (Ghogha Police Station) નો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતક હિતેષભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) અર્થે ઘોઘા CHC હોસ્પિટલ (Community Health Centre) ખાતે ખસેડવામાં આવ્યો છે.
વન્ય પ્રાણીઓનો ત્રાસ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર અવારનવાર વન્ય પ્રાણીઓ રસ્તા પર આવી જવાથી અકસ્માતો સર્જાતા રહે છે. એક યુવાનના અકાળે અવસાનથી ગોહિલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad : યુદ્ધનું સંકટ! મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા ઓમાનમાં અમદાવાદના 44 પ્રવાસીઓ અટવાયા


