Bhavnagar: ઘોઘામાં ધોળા દિવસે હત્યા, 25 વર્ષીય યુવક પર છરીના ઘા ઝીંકાયા, આખરે એવી તો શું હતી અદાવત?
Bhavnagar જિલ્લાના ઘોઘામાં જૂની અદાવતમાં 25 વર્ષીય મોઈનભાઈ શેખ પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કર્યો હોવાનો આરોપ છે. બે માસ અગાઉ વાહન ધીમું ચલાવવા બાબતે થયેલી માથાકૂટ હુમલાનું કારણ હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર ઇજાગ્રસ્ત યુવકનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકના દોઢ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને તેમને ત્રણ માસનો પુત્ર છે.
Advertisement
Bhavnagar Ghogha Murder Case: ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં ધોળા દિવસે 25 વર્ષીય યુવકની હત્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. બે માસ અગાઉ રસ્તા પર વાહન ધીમું ચલાવવા બાબતે થયેલી માથાકૂટની અદાવતમાં ત્રણ શખ્સોએ યુવક પર છરીથી જીવલેણ હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

