Bhavnagar: યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, તો સામા પક્ષે કરી મારામારીની ફરિયાદ
- Bhavnagar માં લગ્નની લાલચે સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
- યુવતીએ કાળીયાબીડના શખ્સે સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
- પ્રેમ સબંધમાં દુષ્કર્મ-મારામારીનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
Bhavnagar: ભાવનગર શહેરના એક વિસ્તારમાં પ્રેમસંબંધ (Love Affair) અને લગ્ન મુદ્દે સર્જાયેલા વિવાદમાં નીલમબાગ પોલીસ મથકે (Neelambagh Police Station) સામસામે ફરિયાદો નોંધાતા ચકચાર મચી ગઈ છે. એક તરફ યુવતીએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો આક્ષેપ કર્યો છે, તો બીજી તરફ યુવકના પરિવારે પણ મારામારીની ફરિયાદ દાખલ કરાવી છે.
Bhavnagar: લગ્નની લાલચ અને અપમાનનો આક્ષેપ
મળતી માહિતી મુજબ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ કાળિયાબીડના એક શખસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપો અનુસાર આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખોટી લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ (Rape) ગુજાર્યું હતું. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ તેને જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો કહી અપમાનિત કરી હોવાનું પણ જણાવાયું છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને એટ્રોસિટી એક્ટ (Atrocity Act) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સામા પક્ષની મારામારીની ફરિયાદ
આ વિવાદમાં માત્ર યુવતી જ નહીં, પરંતુ સામા પક્ષે યુવકના પરિવારે પણ પોલીસનો આશરો લીધો છે. યુવકના પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ વિવાદ બાદ બે બહેનો તેમના ઘરે ધસી આવી હતી. આ બંને બહેનોએ યુવકની માતા અને બહેન સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને શારીરિક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે પણ BNSની મારામારીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ તપાસ તેજ
નીલમબાગ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી સામસામે ગુનાઓ દાખલ કર્યા છે. પ્રેમસંબંધમાં શરૂ થયેલો આ વિવાદ હવે કાયદાકીય ગૂંચવણમાં ફેરવાઈ ગયો છે. પોલીસ હાલમાં બંને પક્ષોના નિવેદનો અને પુરાવાઓના આધારે વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ Bharuch: દરગાહ પાસેથી મળ્યો મૃતદેહ, ખોફનાક હત્યાને કોણે આપ્યો અંજામ?


