Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar માં ચૂંટણી પહેલા જ ભાજપનો માસ્ટર સ્ટોક, પક્ષ વિરોધી કામ કરનારને કર્યા ઘર ભેગા

Bhavnagar માં ચૂંટણી પહેલા જ ભાજપે 26 લોકોને સસ્પેન્ડ કર્યા છે, પક્ષ વિરોધી કામ કરતા આ લોકોને ઘર ભેગા કર્યા હોવાની વાત સામે આવી છે, તો 12 મહુવા તાલુકાના , 8 વલભીપુર તાલુકાના, 2 પાલિતાણાના , 2 જેસર , ઘોઘા તાલુકા અને તળાજા તાલુકાના એક-એક સભ્યોને કરાયા સસ્પેન્ડ.
bhavnagar માં ચૂંટણી પહેલા જ ભાજપનો માસ્ટર સ્ટોક  પક્ષ વિરોધી કામ કરનારને કર્યા ઘર ભેગા
Advertisement
  • Bhavnagar જીલ્લા ભાજપમાંથી 26 હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ
  • ચૂંટણી પહેલા ભાજપના અલગ અલગ હોદ્દા ઉપરથી દૂર કર્યા
  • 26 લોકોને 6 વર્ષ માટે ભાજપે કર્યા સસ્પેન્ડ

Bhavnagar : ભાવનગર ભાજપ સાથે જોડાયેલા 26 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પૂર્વ નગરપાલિકા ચેરમેન, તાલુકા મંત્રી, સક્રિય સભ્ય, કિસાન મોરચા મંત્રી,સંયોજક શક્તિ કેન્દ્ર, શહેર પ્રમુખ લઘુમતી મોરચા જેવા અનેક પદો પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં અસંતોષને કારણે કોંગ્રેસ, અપક્ષ અને આપમાં જોડાયેલા કાર્યકરોને છ વર્ષ માટે કરાયા છે સસ્પેન્ડ.

Bhavnagar BJPએ 26 સભ્યોને સસ્પેન્ડ કર્યા

ભાવનગર જિલ્લા ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 26 હોદ્દેદારો અને સક્રિય સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે સસ્પેન્ડ કરાયેલા ભાજપના પૂર્વ હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી. કુલ ત્રણ લેટરપેડ પર આ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં 26 સભ્યોના નામનો સમાવેશ થાય છે.

Advertisement

BHAVNAGAR GUJARAT FIRST

Advertisement

Bhavnagar ભાજપના આ તમામ સભ્યોએ પાર્ટી વિરુદ્ધ બળવો કર્યો હતો

મહુવા, જેસર, પાલીતાણા, વલભીપુર તેમજ જિલ્લા પંચાયતની કેટલીક બેઠકો પરથી ભાજપ સાથે જોડાયેલા આ હોદ્દેદારો લાંબા સમયથી પક્ષ વિરોધી કામગીરી કરી રહ્યા હતા. આથી, પક્ષ દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાંને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવી ગયો હતો.

Bhavnagar જિલ્લામાં કરતા હતા પક્ષ વિરોધી કામગીરી

26 લોકોને સસ્પેન્ડ કરવાનું મુખ્ય કરાણ પક્ષ વિરોધી કામગીરી સામે આવ્યું છે, ભાજપમાં જ રહીને ભાજપ સિવાયના અન્ય પક્ષોને આ કાર્યકર્તાઓ મદદ કરતા હોવાનો આક્ષેપ થયો હતો અને આ પગલાંથી ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષવિરોધી પ્રવૃત્તિઓ સહન નહીં કરવામાં આવે અને શિસ્ત જાળવવામાં આવશે. ભાજપ દ્વારા એક સંદેશો એવો પણ પાસ કરવામાં આવ્યો છે કે, જે પણ લોકો ભાજપ વિરુદ્ધ અને ભાજપમાં રહીને પક્ષના નિયમોનું પાલન નહી કરે તે તમામ લોકોને આવી જ રીતે સસ્પેન્ડ કરાશે.

આ પણ વાંચો : Bhavnagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ સજ્જ, સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

Tags :
Advertisement

.

×