Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ભાજપે ઉમેદવારોના નામો જાહેર કરી વિધિવત પ્રારંભ કર્યો

ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને સૌથી મોટો વળાંક આવ્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવતા અનેક અટકળોનો અંત આવ્યો છે, પરંતુ અંદરખાને આ યાદીમાં એવા અનેક ચોંકાવનારા ફેરફાર કરાયા છે જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહીં કરી હોય.
bhavnagar   ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી  ભાજપે ઉમેદવારોના નામો જાહેર કરી વિધિવત પ્રારંભ કર્યો
Advertisement
  • Bhavnagar: ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોની યાદી કરી જાહેર!
  • જગદીશબાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ઉમેદવારોના નામ પર વાગી મહોર
  • જિલ્લા, તાલુકા પંચાયત અને મનપાના ઉમેદવારોના નામ પ્રસિદ્ધ
  • પસંદગી પ્રક્રિયામાં અનેક દિગ્ગજોના પત્તા કપાયા હોવાની પ્રબળ ચર્ચા
  • ભાજપના સત્તાવાર લિસ્ટથી રાજ્યભરના રાજકારણમાં ભારે ખળભળાટ
  • નવા ચહેરાઓની એન્ટ્રી સાથે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાના એંધાણ

Bhavnagar: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ચૂંટણીના રણમેદાનમાં ઉતરનારા યોદ્ધાઓના નામોની જાહેરાત કરવાનો સત્તાવાર પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયની રાહ અને અનેક બેઠકોના દોર બાદ આખરે ભાજપ હાઈકમાન્ડે નામો પર મહોર મારી દીધી છે.

Bhavnagar: ઉમેદવારોની પ્રથમ સત્તાવાર યાદી પ્રસિદ્ધ

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિની (State Election Committee) એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મક્કમ નિર્ણય મુજબ, રાજ્યની વિવિધ જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) અને મહાનગરપાલિકાઓ (Municipal Corporations) માટેના ઉમેદવારોની પ્રથમ સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Advertisement

નો રિપીટ થીયરી' અને યુવા ચહેરાઓ પર વિશેષ ભાર

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં 'નો રિપીટ થીયરી' અને યુવા ચહેરાઓ પર વિશેષ ભાર મૂક્યો હોય તેમ જણાય છે. સંગઠન સાથે મજબૂત પકડ ધરાવતા અને લોકપ્રિયતામાં મોખરે હોય તેવા નામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા કાર્યકરોના અભિપ્રાય અને જીતવાની ક્ષમતાના આધારે જ નામો નક્કી કરવામાં આવ્યા છે.

Advertisement

બાકી રહેલા નામોની પણ જાહેરાત કરવામાં આવશે.

ભાજપ દ્વારા આ યાદી જાહેર થતા જ જે-તે જિલ્લા અને શહેરોમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને લઈ સક્રિય થઈ છે, પરંતુ ભાજપે પ્રથમ યાદી જાહેર કરી લીડ મેળવી લીધી છે. આગામી દિવસોમાં બાકી રહેલા નામોની પણ જાહેરાત કરવામાં આવશે. આ યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારોએ પોતાના મતક્ષેત્રમાં પ્રચાર અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Patan: સાંતલપુર હાઈવે બન્યો રક્તરંજિત, અકસ્માતમાં એક જ પરિવારના 4ના મોત

Tags :
Advertisement

.

×