Bhavnagar : મહુવામાં ભારે વરસાદથી અનેક રોડ-રસ્તાનું ધોવાણ, કંટાસર ગામ સંપર્ક વિહોણું બને તેવી સ્થિતિ!
- Bhavnagar નાં મહુવામાં ભારે વરસાદથી અનેક રોડ-રસ્તાનું ધોવાણ થયું
- મહુવાના કંટાસર ગામે જવાનાં માર્ગે મસમોટા ગાબડા પડ્યા!
- અંદાજે એક મહિના પહેલા જ બનાવેલો માર્ગ વરસાદી પાણીમાં ધોવાયો
- ભાદ્રોડથી કંટાસર જવાનો માર્ગ 10 ગામને જોડે છે, કંટાસર સંપર્ક વિહોણું બનશે તેવી સ્થિતિ
Bhavnagar : મહુવામાં ભારે વરસાદ ખાબક્યો છે, જેનાં કારણે અનેક રોડ-રસ્તાનું ધોવાણ થયું છે. કંટાસર ગામે (Kantasar) જવાનો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતાં મોટા ગાબડા પડયા છે. અંદાજે એક મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ, વરસાદી પાણીનાં પ્રવાહમાં તેનું ધોવાણ થઇ ગયું છે. ભાદ્રોડથી કંટાસર જવાનો આ માર્ગ 10 ગામને જોડે છે. રોડ તૂટી જતાં કંટાસર ગામ સંપર્ક વિહોણું બનશે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો - Kheda: નડિયાદમાં 1 ઇંચ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલી, ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા
એક મહિના પહેલા જ બનેલો, ભાદ્રોડથી કંટાસર ગામ જવાનો માર્ગ ધોવાયો
ભાવનગર જિલ્લાના (Bhavnagar) મહુવા પંથકમાં ધોધમાર વરસાદ પડવાથી અનેક રોડ-રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. અંદાજે એક મહિના પહેલા જ બનેલો અને ભાદ્રોડથી કંટાસર ગામ જવાનો માર્ગ વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાણ થઇ ગયો છે, જેનાં કારણે હવે કંટાસર ગામ સંપર્ક વિહોણું બને તેવી સ્થિતિ સર્જાઈ છે. આ માર્ગ 10 જેટલા ગામોને જોડે છે. રોડનાં સાઈડમાંથી 3 થી 4 ફૂટ જેટલો માર્ગનું ધોવાણ થયું છે. સામ-સામે વાહન નીકળી શકે તેવી સ્થિતિ પણ નથી. સ્થાનિકોનું કહેવું છે કે જો હજું એક ધોધમાર વરસાદ આવશે તો આ માર્ગનું સંપૂર્ણપણે ધોવાણ થઇ જશે.
આ પણ વાંચો - Surat માં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું, વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘુસ્યા
તંત્રની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ
કંટાસર ગામ (Kantasar) જવાનો માર્ગ તૂટી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મોટા વાહનોની અવારજવર બંધ કરવાની ફરજ પડી છે. વરસાદના પાંચ દિવસ વિત્યા છે છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની રિપેરિંગની દરકાર લેવામાં આવી નથી તેમ સ્થાનિકોનો આરોપ છે. લોકોએ કહ્યું કે, તંત્ર હજું મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગી રહ્યું છે. 4 થી 5 દિવસ પહેલા પડેલા વરસાદમાં થયેલું ધોવાણ હજું પણ એમને એમ છે. વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કુલ 259 મૃતદેહની ઓળખ થઈ, 256 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા