ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : લ્યો બોલો... અહીં ગ્રામજનોએ જ 8 દિવસથી શાળાને કરી તાળાબંધી!

ગ્રામજનોએ જણાવ્યું કે, જૂની શાળા કે જ્યાં ધોરણ 1 થી 8 નાં 120 જેટલા બાળકો અભ્યાસ લઈ રહ્યા છે...
04:58 PM Jun 30, 2025 IST | Vipul Sen
ગ્રામજનોએ જણાવ્યું કે, જૂની શાળા કે જ્યાં ધોરણ 1 થી 8 નાં 120 જેટલા બાળકો અભ્યાસ લઈ રહ્યા છે...
Bhavnagar_Gujarat_first
  1. ભાવનગરનાં ગારિયાધારનાં લુવારા ગામે શાળાને તાળાબંધી (Bhavnagar)
  2. 8 દિવસથી લુવારા ગામનાં લોકોએ જ તાળાબંધી કરી છે
  3. જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળતા ગ્રામજનોનો વિરોધ
  4. નવી શાળા ગામથી 2 કિલોમીટર દૂર હોવાથી કરાયો વિરોધ
  5. નવી શાળા છે ત્યા પાણીનું વહેણ અને જંગલી જાનવરોનો છે ભય

Bhavnagar : ગારિયાધારનાં લુવારા ગામે (Luvara Village) ગ્રામજનોએ જ શાળાને તાળાબંધી કરી છે. છેલ્લા 8 દિવસથી શાળાને તાળાબંધી કરાઈ છે. જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રને (Health Center) મંજૂરી મળી જતાં ગ્રામજનો રોષે ભરાયા છે અને શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો છે. નવી શાળા ગામથી બે કિલોમીટર જેટલી દૂર હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે તેમ ગ્રામજનોએ જણાવ્યું છે.

આ પણ વાંચો - Bhutan Route : ગુનેગારોમાં ભૂતાન રૂટ હૉટ ફેવરિટ, ચકચારી કેસનો આરોપી દુબઇ પહોંચી ગયો

લુવારા ગામે ગ્રામજનોએ જ શાળાને તાળાબંધી કરી

રાજ્યમાં એક તરફ સરકાર દ્વારા 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' જેવા કાર્યક્રમ યોજીને સમાજના તમામ વર્ગોના બાળકો માટે શિક્ષણ સરળ અને સુલભ બને અને છેવાડાનાં ગામનાં બાળકો શાળાએ જઈ અભ્યાસ કરી શકે, તેમને ગુણવત્તા સભર શિક્ષણ મળી શકે તે પ્રકારનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ શાળાઓને તાળાબંધી થઈ રહી છે. જી હાં, એવી એક ઘટના ભાવનગર જિલ્લાના (Bhavnagar) ગારીયાધાર તાલુકાનાં લુવારા ગામે બની છે. અહીં, ગ્રામજનોએ જ શાળાને તાળાબંધી કરી છે.

આ પણ વાંચો - MLA Son Controversy : જામનગરમાં ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન મેળવતા વિવાદ થયો

જૂની શાળા હતી ત્યાં આરોગ્ય કેન્દ્રને મંજૂરી મળતા ગ્રામજનોનો વિરોધ

ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First) ગારીયાધાર ગામે પહોંચી હતી. દરમિયાન, જાણવા મળ્યું કે શાળાને છેલ્લા 8 દિવસથી ગ્રામજનો દ્વારા તાળાબંધી કરાઈ છે. કારણ જાણવાનો પ્રયાસ કરતા ગ્રામજનોએ જણાવ્યું કે, જૂની શાળા કે જ્યાં ધોરણ 1 થી 8 નાં 120 જેટલા બાળકો અભ્યાસ લઈ રહ્યા છે ત્યાં હવે આરોગ્ય કેન્દ્ર (Health Center) ઊભું કરવાની મંજૂરી આપવામાં આવી છે. આથી, હવે ત્યાં આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે નવી શાળા ગામથી બે કિમી જેટલી દૂર છે. રસ્તામાં જંગલી જાનવર અને ચોમાસામાં પાણીનું વહેણથી વિદ્યાર્થીઓનાં જીવને જોખમ ઊભું થઈ શકે છે. આથી, ગ્રામજનો દ્વારા જૂની શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી

Tags :
BhavnagarGariyadharGirl-Education FestivalGUJARAT FIRST NEWSHealth CenterLuvara VillageOld School in LuwaraSchool Entrance FestivalTop Gujarati News
Next Article