ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: બુટલેગરના ત્રાસથી નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી, તળાજા પોલીસની કામગીરી ઉપર ઊઠ્યા સવાલ

Bhavnagar: Bhavnagar: દીપકભાઈ નામના વ્યક્તિએ દારૂના હાટડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાતા બુટલેગરોના ત્રાસથી દિપકભાઈ સોસા નામના યુવકે આત્મહત્યા કરી
02:06 PM Jan 26, 2025 IST | VIMAL PRAJAPATI
Bhavnagar: Bhavnagar: દીપકભાઈ નામના વ્યક્તિએ દારૂના હાટડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાતા બુટલેગરોના ત્રાસથી દિપકભાઈ સોસા નામના યુવકે આત્મહત્યા કરી
Bhavnagar
  1. મૃતક દીપકભાઈ સોસાના ભાઈ એડવોકેટ
  2. બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાઈ હોવા છતાં કાર્યવાહી કેમ ના થઈ?
  3. ફરિયાદમાં 04 લોકોના આપવામાં આવ્યાં છે નામ

Bhavnagar: દીપકભાઈ નામના વ્યક્તિએ દારૂના હાટડા ચલાવતા બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાતા બુટલેગરોના ત્રાસથી દિપકભાઈ સોસા નામના યુવકે આત્મહત્યા કરી લેવી પડી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ તારીખ 15- 1-2025 ના રોજ મૃતક દ્વારા કિશોર રાઠોડ નામના બુટલેગર અને તેના સાગરીતોની જાણ પોલીસને કરી અને 130 લીટર દારૂ પકડાવ્યો જેના બીજા દિવસે 16- 1- 2025 ના રોજ બુટલેગર સહિત ચાર ઈસમોએ ફરિયાદીના ઘર પર પથ્થર મારો કર્યો અને ફરિયાદ પાછી લેવાની ધમકી આપી અપમાનિત કરતા દીપકભાઈ સોસાયે આત્મહત્યા કરી લીધી હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવા ગુજરાત ફર્સ્ટની અપીલ! આ રીતે કરવાનું છે વોટિંગ

20-1- 2025 ના રોજ ઝેરી દવા પીને કરી હતી આત્મહત્યા

ઘટના એવી હતી કે, દિપક ભાઈ સોસાએ 20-1- 2025 ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. જે સમયે દારૂની જાણ કરાઈ તે સમયે તળાજાના PI પણ સ્થળ પર પહોંચે છે અને ફરિયાદી દારૂનો જથ્થો બતાવે છે જેનો વીડિઓ પણ સામે આવ્યો છે. મૃતક દીપકભાઈ સોસાના ભાઈ એડવોકેટ છે, અને તેમના દ્વારા તળાજા પોલીસ મથકમાં 22- 1- 2025 ના રોજ ચાર ઈસમો સામે ગુનો દાખલ કરાવ્યો છે. આ FIR માં કિશોર રાઠોડ, ગોવિંદ ભરવાડ, સંજય ચુડાસમા અને સાજીદ ઉર્ફે દોલુ વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ થયો છે.

આ પણ વાંચો: Surat: એક એવું મંદિર કે જ્યાં ફુલ કે પ્રસાદ નહીં પરંતુ ભક્તો ચઢાવે છે જીવતા કરચલા, જાણો શું છે દંતકથા

મૃતક વ્યક્તિનો અંતિમ વીડિઓ પણ સામે આવ્યો

સૌથી ગંભીર બાબત એ છે કે, 15- 1- 2025 ના રોજ બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરાઈ હોવા છતાં તળાજા પોલીસ આરોપીને હજી સુધી પકડવામાં આવી શક્યા નથી. બુટલેગરો દાદાગીરી કરીને ઘર પર હુમલો કરતા હોવાની જાણ પણ કંટ્રોલમાં કરાઈ હતી. મૃતક વ્યક્તિનો અંતિમ વીડિઓ પણ સામે આવ્યો છે. બુટલેગરના ત્રાસથી આત્મહત્યા કરી લેવાના મામલે આ ઘટનામાં ભાવનગર પોલીસની છબી ખરડાઈ છે.

આ પણ વાંચો: Gujarat: શું તમને યાદ છે 26 જાન્યુઆરી 2001, સમય હતો સવારે 08 વાગીને 46 મિનિટ! વાંચો હ્રદય કંપાવતો અહેવાલ

Tags :
BhavnagarBhavnagar Crime NewsBhavnagar Latest NewsBhavnagar NewsBhavnagar PoliceBhavnagar Police ActionCrime NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat PoliceGujarati NewsGujarati Top NewsLatest Bhavnagar NewsLatest Gujarati NewsLatets Crime News
Next Article