સુનામી રાઈડમાં છરી વડે નુકસાન પહોંચાડ્યું
વાયરલ વીડિયો અનુસાર, મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ, મહિલાઓ અને બાળકોની હાજરી હોવા છતાં લુખ્ખા તત્વોનું એક મોટું ટોળું બેફામ બન્યું હતું. આ અસામાજિક તત્વોએ મેળામાં આવેલી અત્યંત લોકપ્રિય સુનામી રાઈડ (Tsunami Ride)માં ખુલ્લી છરી વડે નુકસાન પહોંચાડ્યું હતું. જાહેર મનોરંજનના સ્થળે આ પ્રકારે ખુલ્લેઆમ ધારદાર હથિયાર સાથે તોડફોડ અને દાદાગીરી થતાં મેળામાં પરિવાર સાથે પહોંચેલા નિર્દોષ શ્રદ્ધાળુઓમાં ભારે દહેશત અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
પોલીસ બંદોબસ્ત છતાં હથિયારો અંદર પહોંચ્યા કેવી રીતે?
આ આખીય ઘટના બાદ ભાવનગર પોલીસ (Bhavnagar Police)ના કડક સુરક્ષા દાવાઓની પોલ ખુલી ગઈ છે. જન્માષ્ટમી પર્વે લોકમેળાના પ્રવેશદ્વારો પર કડક ચેકિંગ અને સઘન બંદોબસ્ત હોવાના દાવા છતાં આવા માથાભારે તત્વો ધારદાર છરીઓ અને હથિયારો લઈને મેળાના મેદાનમાં કેવી રીતે ઘૂસી ગયા તે એક મોટો રહસ્યમય અને ચિંતાજનક પ્રશ્ન બન્યો છે. મેળામાં આવતા મુલાકાતીઓની ફ્રિસ્કિંગ અને મેટલ ડિટેક્ટર (Metal Detector)થી સુરક્ષા ચકાસણી થતી હોવા છતાં આ ક્ષતિ ગંભીર બેદરકારી દર્શાવે છે.
નેતાઓના ડાયરામાં બંદોબસ્ત, સામાન્ય જનતા રામભરોસે હોવાનો આક્ષેપ
સ્થાનિક લોકો અને મુલાકાતીઓ આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસ તંત્રનો મોટો કાફલો માત્ર નેતાઓના ડાયરા અને વીઆઈપી (VIP) કાર્યક્રમોની સુરક્ષામાં જ વ્યસ્ત રહ્યો હતો. જ્યારે સામાન્ય જનતા માટેના રાઈડ્સ અને ખુલ્લા ગ્રાઉન્ડવાળા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત જેવી હતી. હવે લોકમાગ ઊઠી છે કે વાયરલ થયેલા સીસીટીવી કે મોબાઈલ વીડિયો (Viral Video)ની નિષ્પક્ષ તપાસ કરી હથિયારધારી ગુંડાઓ સામે હત્યાના પ્રયાસ અને રાયોટિંગ જેવી કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે તથા સુરક્ષામાં ક્ષતિ રાખનાર તંત્ર સામે પગલાં લેવાય.
આ પણ વાંચો: Surat News : ભુવનેશ્વરથી સુરત સુધી ફેલાયેલું ડ્રગ્સ નેટવર્ક બેનકાબ, વિદ્યાર્થી સહિત 3 લોકોની ધરપકડ