ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવો બનાવ: પોલીસમાં પાસ થયેલા મિત્રની પાર્ટી બાદ મોટો કાંડ, 1 યુવકનું મોત
Spurious Liquor Case Gujarat: ભાવનગરના ખરકડી ગામે પોલીસ ભરતીમાં સિલેક્ટ થયેલા મિત્રની દારૂ પાર્ટીમાં MP ની ડુપ્લીકેટ રોયલ સ્ટેગ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું છે અને અન્ય લોકો સારવાર હેઠળ છે. પોલીસે મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 4-5 બૂટલેગરોને ઝડપી 90% જથ્થો જપ્ત કર્યો છે. SP એ સાયન્ટિફિક તપાસના આદેશ આપ્યા છે.
Advertisement
Spurious Liquor Case Bhavnagar: ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવી વધુ એક અત્યંત ચકચારી અને ગંભીર ઘટના સામે આવી છે. ભાવનગર જિલ્લાના ખરકડી ગામ (Kharkadi Village) માં પોલીસ ભરતીમાં પસંદગી પામેલા યુવકે પોતાના મિત્રોને આપેલી શરાબની મહેફિલ જીવલેણ સાબિત થઈ છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) ની રોયલ સ્ટેગ બ્રાન્ડનો કથિત ડુપ્લીકેટ દારૂ પીધા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય અસરગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતા જોતાં ભાવનગર પોલીસ તાબડતોબ એક્શનમાં આવી છે અને મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 4 થી 5 બૂટલેગરોને રાઉન્ડઅપ કરી 90% માલ જપ્ત કરી લીધો છે.

