Bhavnagar Group Clash: ખેડૂત વાસમાં સામાન્ય બાબતે હિંસક અથડામણ, 8 ઘાયલ
- Bhavnagar શહેરના ખેડૂત વાસમાં જૂથ અથડામણ
- રૂવાપરી રોડ પર સામાન્ય બોલાચાલીમાં મારામારી
- બહુચરાજી મંદિર પાસે બે પરિવાર વચ્ચે બબાલ
- સામસામે પથ્થરમારો થતાં સમગ્ર પંથકમાં દોડધામ
Bhavnagar Group Clash: ભાવનગર (Bhavnagar) શહેરના ખેડૂત વાસ (Khedut Vas) વિસ્તારમાં આજે જૂથ અથડામણની (Group Clash) ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરના રૂવાપરી રોડ (Ruvari Road) પર આવેલી બહુચરાજી માતાના મંદિરની સામેના ખાચામાં બે પરિવારો વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક (Violent) સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષોએ સામસામે પથ્થરમારો શરૂ કર્યો હતો.
Bhavnagar: ભાવનગર શહેરના ખેડૂત વાસમાં જૂથ અથડામણ
રૂવાપરી રોડ પર સામાન્ય બોલાચાલીમાં મારામારી
બહુચરાજી મંદિર પાસે બે પરિવાર વચ્ચે બબાલ
સામસામે પથ્થરમારો થતાં સમગ્ર પંથકમાં દોડધામ
જૂથ અથડામણમાં 7થી 8 લોકો થયા ઇજાગ્રસ્ત
તમામ ઇજાગ્રસ્તોને સર ટી. હોસ્પિટલ ખસેડાયા
પોલીસે ઘટનાસ્થળે… pic.twitter.com/HOnkOt5jQD— Gujarat First (@GujaratFirst) May 9, 2026
Bhavnagar શહેરના ખેડૂત વાસમાં જૂથ અથડામણ
આ જૂથ અથડામણમાં અંદાજે 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાનું સામે આવ્યું છે. સામસામે થયેલા પથ્થરમારાને કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો (B Division Police) કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડ્યો હતો.
તમામ ઇજાગ્રસ્તોને સર ટી. હોસ્પિટલ ખસેડાયા
તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ (Sir T. Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Gujarat News Today: આજે 09 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


