Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Bhavnagar: મોટા સમાચાર! નવનીત બાલધીયા કેસમાં વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા

bhavnagar  મોટા સમાચાર  નવનીત બાલધીયા કેસમાં વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા
Advertisement

Bhavnagar: છેલ્લા કેટલાક દિવસથી બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા (Navneetbhai Baldhiya) પર થયેલા હુમલાને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે કોળી સમાજના મંત્રી અને ધારાસભ્યો ગાંધીનગર (Gandhinagar) માં મુખ્યમંત્રીના નિવાસ્થાને મળવા પહોંચ્યા હતા. બગદાણા વિવાદ(Bagdana controversy) માં ન્યાય માટે રજૂઆત કરી હતી. મંત્રી કુંવરજી બાવળિયા, મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિત કોળી સમાજના અન્ય ધારાસભ્યો, આગેવાનો અને સમાજના લોકો મુખ્યમંત્રીના નિવાસે પહોંચ્યા હતા. આ હુમલા કેસમાં જાણિતા ડાયરા કલાકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir) ના પુત્ર જયરાજ આહીર સામે ગંભીર આરોપ થયા છે.

કોળી સમાજે મુખ્યમંત્રીને મળી SITનું ગઠન અથવા DIG કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ સમાજ દ્વારા કરવામાં આવી હતી.  ત્યારે  રજૂઆતના ગણતરીના કલાકોમાં જ સરકાર દ્વારા તપાસ માટે IT ની રચના કરવામાં આવી છે.

Advertisement

Advertisement

બગદાણાના સેવક નવનીત બાલધીયા કેસમાં મોટા સમાચાર

January 5, 2026 8:54 pm

બગદાણાના સેવક નવનીત બાલધીયા કેસમાં મોટા સમાચાર આવ્યા છે. નવનીત બાલધીયા કેસમાં વધુ એક પોલીસ અધિકારીને હટાવાયા છે. મહુવાનાં Dy.SP રીમા ઝાલાને હટાવાયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે તળાજા ડિવિઝનના Dy.SP નકુમને ચાર્જ સોંપાયો છે હોવાની વિગત સામે આવી છે. મહુવાના Dy.SPનો ચાર્જ તળાજા Dy.SP નકુમને સોંપાયો છે.

નવનીતભાઈ બાલધિયાને માર મારવાના કેસમાં SIT ની રચના, કોણ કરશે તપાસ?

January 5, 2026 5:27 pm

થોડા દિવસ અગાઉ નવનીતભાઈ બાલધિયા ને 8 લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.જેને લઈને બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરંતુ નિષ્પક્ષ તપાસ નહીં થતાં તેમ જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની માંગને કારણે PI ડી.વી ડાંગરની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ મહુવા ટાઉન PI કે.એસ પટેલને સોંપવામાં આવી હતી. ઘટનાને લઈને આજે મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, ધારાભ્ય હીરાભાઈ સોલંકી સહિતના ધારાસભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જે બાદ આ કેસની તપાસમાં SIT ને સોંપવામાં આવી છે. જેમાં ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી , PI એમ.જી જાડેજા , PSI પી.જે.વાળા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણદેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ થાય છે.

નવનીતભાઈ બાલધિયાને માર મારવાના કેસમાં મોટા સમાચાર

January 5, 2026 5:20 pm

નવનીતભાઈ બાલધિયાને માર મારવાના કેસમાં SITની રચના કરવામાં આવી છે.

કાર્યવાહી કરવા મુખ્યમંત્રીએ બાંહેધરી આપી

January 5, 2026 3:15 pm

પરસોત્તમભાઈની આગેવાનીમાં પ્રતિમંડળે બગદાણા હુમલા કેસની રજૂઆત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી કોળી સમાજ પર અત્યાચારની વાત કરી છે. બગદાણાની ઘટના અંગે આરોપીની ધરપકડ થઈ નથી. જેથી ન્યાય અપાવવા માંગ કરી છે.મુખ્યમંત્રીએ બાંહેધરી આપી છે કે આરોપીને છોડવામાં નહી આવે.

કોળી સમાજ પર વધેલા હુમલાઓની CMને રજૂઆત કરીઃ ઉમેશભાઈ મકવાણા

January 5, 2026 2:58 pm

ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ કહ્યું કોળી સમાજ પર વધેલા હુમલાઓની CMને રજૂઆત કરી છે. હજુ સુધી સેવક પર હુમલો કરનારની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું આ બાબતને રાજકારણ સાથે ન જોડી શકાય. આસામાજિક તત્વો સામેની કોળી સમાજની લડત છે.

ઉચ્ચ કક્ષાની તપાસની માંગ કરાઈ

January 5, 2026 2:58 pm

SITનું ગઠન અથવા DIG કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે. પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા સહિત અન્ય ધારાસભ્યો અને અગ્રણીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

અમારી લડાઈ કોઈ સમાજ વર્સિસ સમાજની નથીઃ હીરાભાઈ સોલંકી

January 5, 2026 2:54 pm

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચેલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કહ્યું અમારી લડાઈ કોઈ સમાજ વર્સિસ સમાજની નથી. નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની લડત છે. અસામાજિક તત્વો સામેની અમારી લડાઈ છે છે. સરકારે આ ઘટનામાં સહયોગની ખાતરી આપી છે.

કોળી સમાજના નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

January 5, 2026 2:36 pm

નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલા અંગે કોળી સમાજના નેતાઓ અને અગ્રણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર પર છે ગંભીર આરોપ

January 5, 2026 2:33 pm

યાત્રાધામ બગદાણા ગુરુ આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરએ મુંબઈના એક કાર્યક્રમમાં આશ્રમના ટ્રસ્ટી વિશે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કોઈને "મેનેજિંગ ટ્રસ્ટી" ગણાવ્યા. જેથી નવનીતભાઈ બાલધિયાએ ભૂલ સુધારવા માયાભાઈ આહીરને કહ્યું હતુ. જે બાદ માયાભાઈ આહીરે માફી માગી હતી. જો કે આ માફી બાદ નવનીતભાઈ બાલધિયા પર હુમલો થયો હતો. જેમાં આરોપ છે કે આ હુમલો માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર કરાવ્યો છે.

This Live Blog has Ended
Advertisement

.

×