Bhavnagar : શહીદ જવાન જયદીપભાઈ ડાભીનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો, આવતીકાલે વતનમાં અંતિમવિધિ
- શ્રીનગરમાં શહીદ જવાનનો પાર્થિવદેહ Bhavnagar લવાયો
- મોટા ખોખરા ખાતે 'ગાર્ડ ઓફ ઓનર' આપી અંતિમવિધિ કરાશે
- જયદીપભાઈ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા હતા
- શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજિમેન્ટમાં સેવા આપતા હતા
- ફરજ દરમિયાન જયદીપભાઈ ડાભી વીરગતિ પામ્યા હતા
ભાવનગરનાં (Bhavnagar) ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામનાં શહીદ જવાન જયદીપભાઈ ડાભીનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો છે. આવતીકાલે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પોતાનાં વતન મોટા ખોખરા (Mota Khokhra) ખાતે પહોંચશે, જ્યાં તેમને 'ગાર્ડ ઓફ ઓનર' આપીને અંતિમવિધિ કરાશે. જયદીપભાઈ ડાભી ભારતીય સેનામાં અગ્નિવીર (Agniveer) તરીકે જોડાયા હતા અને જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજિમેન્ટમાં તેમનું પોસ્ટિંગ હતું. શ્રીનગરમાં ફરજ દરમિયાન જયદીપભાઈ ડાભી (Jaideepbhai Dabhi) વીરગતિ પામ્યા હતા. આવતીકાલે સવારે 7 વાગ્યે સીદસરથી મોટા ખોખરા સુધી શહીદ વીર જવાનની અંતિમયાત્રા નીકળશે.
આ પણ વાંચો - Gir Somnath : તાલાલા, વેરાવળ સહિતનાં પથંકમાં ધરા ધ્રુજી, લોકોમાં ફફડાટ!
ભાવનગરના શહીદ જવાનનો પાર્થિવ દેહ ભાવનગર લવાયો
મોટા ખોખરા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરાશે
જયદીપભાઈ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા હતા
શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજીમેન્ટમાં આપતા હતા સેવા
ફરજ દરમિયાન જયદીપભાઈ ડાભી પામ્યાં હતા વીરગતિ
સીદસરથી મોટા ખોખરા સુધી વીર જવાનની… pic.twitter.com/GgyhpHHgT9— Gujarat First (@GujaratFirst) June 8, 2025
શ્રીનગરમાં ફરજ દરમિયાન જયદીપભાઈ ડાભી વીરગતિ પામ્યા હતા
ભાવનગર જિલ્લાના (Bhavnagar) ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામનાં 23 વર્ષીય જવાન જયદીપભાઈ ડાભી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં (Srinagar) શહીદ થયા હતા. શહીદ જવાન જયદીપભાઇ ડાભીનો પાર્થિવ દેહ બાય રોડ ભાવનગર લાવવામાં આવ્યો છે. માહિતી અનુસાર, આવતીકાલે સવારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પોતાનાં માદરે વતન મોટા ખોખરા ખાતે લઈ જવાશે અને ત્યાં તેમને 'ગાર્ડ ઓફ ઑનર' (Guard of Honour) આપીને અંતિમવિધિ કરવામાં આવશે. શહીદ જવાન જયદીપભાઇ ડાભી ભારતીય સેનામાં (Indian Army) અગ્નિવીર તરીકે જોડાયા હતા અને શ્રીનગર ખાતે એર ડિફેન્સ રેજિમેન્ટમાં તેમનું પોસ્ટિંગ હતું.
આ પણ વાંચો - Ahmedabad : રામોલમાં લાખોની કિંમતનાં MD ડ્રગ્સ સાથે મહિલા બાઉન્સર-રિક્ષાચાલકની ધરપકડ
આવતીકાલે સવારે 7 કલાકે સીદસરથી મોટા ખોખરા સુધી અંતિમ યાત્રા
દરમિયાન, શ્રીનગરમાં અચાનક ગોળીનો અવાજ સંભળાયો હતો, જેમાં તપાસ કરવામાં આવતાં જયદીપભાઇ ડાભી રેજિમેન્ટ પોસ્ટની (Air Defense Regiment) દિવાલ પાસે ગોળી લાગેલી હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા. આવતીકાલે સવારે 7 કલાકે શહેરનાં સીદસરથી મોટા ખોખરા સુધી વીર જવાનની અંતિમ યાત્રા નીકળશે.
આ પણ વાંચો - Morbi : 7 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો મેરુપરનો યુવાન અચાનક ગુમ થયો, શંકાસ્પદ હાલતમાં મળી લાશ!