Bhavnagar Latthakand Update: ભાવનગર જિલ્લાના સનેશ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચકચારી લઠ્ઠાકાંડ મામલે સંડોવણી હોવાના કારણે SMC ની ટીમ દ્વારા સનેશ પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને અંડર કસ્ટડી લેવામાં આવ્યા છે અને તેમની અટકાયત કરવામાં આવી છે.
Bhavnagar લઠ્ઠાકાંડ મામલે SMC એ રાજદીપસિંહ ગોહિલની કરી અટકાયત
આ સનસનાટીભર્યા કેસમાં કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલને વરતેજ પોલીસ મથકમાં લોકઅપ હવાલે કરવામાં આવ્યા છે અને તેમને લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ જેવા ગંભીર પ્રકરણમાં પોલીસકર્મીની જ સંડોવણી ખુલતા અને વિભાગીય કડક પગલાં લેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
અત્યાર સુધીમાં 13 લોકોના મોત
ઓગસ્ટ 2026 માં ભાવનગરના વરતેજ વિસ્તારમાં સર્જાયેલો લઠ્ઠાકાંડ એ વાસ્તવમાં બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ઘાતક કેમિકલ ભરીને વેચવાનું એક મોટું કૌભાંડ હતું. બુટલેગરોએ અમદાવાદના સરખેજથી કેમિકલ અને ખાલી બોટલો મંગાવી હતી, જ્યારે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી એક વ્યક્તિને બોલાવી વરતેજમાં આ મોતનું મિશ્રણ તૈયાર કરાવ્યું હતું. આ ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 13 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પ્રાથમિક તપાસમાં અસરગ્રસ્તોના લોહી અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું ઘાતક મિથેનોલ કેમિકલ મળી આવ્યું હતું, જે માનવ શરીર માટે અત્યંત જીવલેણ સાબિત થયું.
SMC એ 14 આરોપીઓની કરી હતી ધરપકડ
આ ગંભીર ઘટનાની તપાસ ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને સોંપવામાં આવી છે અને આ ઘટના મમલે વરતેજ પોલીસ મથકમાં 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી SMC એ 14 આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા મુખ્ય આરોપીઓને કોર્ટે 7 સપ્ટેમ્બર 2026 સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે જેથી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય. ત્યારે હવે આ ઘટનામાં પોલીસ કર્મીઓ પર પણ ગાજ પડી કહી છે.
આ પણ વાંચો: Surat Student Suicide: સુરતના રાંદેરમાં કાળજું કંપાવતી ઘટના, માતાએ મસ્તી કરવાની ના પાડતા કિશોરે કર્યો આપઘાત