Bhavnagar LCB Action: ભાવનગર LCBનો સપાટો, રેતી ખનન કરતા માફિયાઓ પર તવાઈ, 97 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગરના ગારીયાધાર પંથકમાં શેત્રુંજી નદીના પટમાં ધમધમતા ગેરકાયદે રેતી ખનન પર ભાવનગર LCBએ મોટો દરોડો પાડ્યો છે. ખનન માફિયાઓ દ્વારા નદીના તટમાંથી કરવામાં આવતી આ ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કરીને પોલીસે 97 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓના નેટવર્કમાં ભારે ફફડાટ છે.
Advertisement
Bhavnagar LCB Action: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં શેત્રુંજી નદી (Shetrunji River) ના પટમાં લાંબા સમયથી ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન (Illegal Sand Mining) ના રેકેટનો ભાવનગર LCB (Local Crime Branch) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગારીયાધાર (Gariadhar) તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીના તટમાંથી આડેધડ રીતે કરવામાં આવતા ખનન સામે પોલીસે કરેલી આ આકરા પાણીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

