Bhavnagar Lemon Price : ભાવનગર જિલ્લામાં બાગાયતી લીંબુની ખેતી કરતા ખેડૂતો માટે હાલ ભાવનો મુદ્દો ચિંતાજનક બન્યો છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લીંબુના પ્રતિ કિલોના માત્ર રૂ.100થી રૂ.150 જેટલા ભાવ મળી રહ્યા છે, જ્યારે સ્થાનિક માર્કેટમાં આ જ લીંબુ રૂ.250થી રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેના કારણે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના ભાવમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
Bhavnagar માં લીંબુના ભાવમાં મોટો ખેલ!
હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતો પાસેથી જે ભાવે લીંબુ ખરીદવામાં આવે છે અને ત્યારબાદ સ્થાનિક માર્કેટમાં ગ્રાહકોને જે ભાવે વેચવામાં આવે છે, તેમાં નોંધપાત્ર તફાવત છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રૂ.100થી રૂ.150 પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે, જ્યારે ગ્રાહકો પાસેથી રૂ.250થી રૂ.300 પ્રતિ કિલો સુધી વસૂલવામાં આવી રહ્યા છે. આ ભાવ તફાવત વચ્ચે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ઊંચા ભાવનો લાભ આખરે કોને મળી રહ્યો છે?
વચેટિયા અને કમિશન એજન્ટોના ભાવ વચ્ચે મોટો તફાવત
લીંબુના ભાવને લઈને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના શોષણનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે. ખેડૂતોને મળતા ભાવ અને માર્કેટમાં વેચાતા ભાવ વચ્ચેનો તફાવત વચેટિયા અને કમિશન એજન્ટોની ભૂમિકા અંગે સવાલો ઉભા કરી રહ્યો છે. એક તરફ લીંબુનું ઉત્પાદન કરતા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ સ્થાનિક માર્કેટમાં ગ્રાહકોને ઊંચા ભાવે લીંબુ ખરીદવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂત અને ગ્રાહક બંને વચ્ચેના ભાવ અંતરની ચર્ચા તેજ બની છે.
ભાવનગરમાં 6.105 હેક્ટરમાં લીંબુનું વાવેતર
ભાવનગર જિલ્લામાં હાલ અંદાજે 6.105 હેક્ટર વિસ્તારમાં બાગાયતી લીંબુનું વાવેતર થયું છે. જિલ્લામાં સિહોર, પાલિતાણા, જેસર અને તળાજા વિસ્તારમાં લીંબુનું ઉત્પાદન થાય છે. એટલે લીંબુની ખેતી સાથે જોડાયેલા ખેડૂતો માટે બજારભાવ મહત્વનો મુદ્દો બની રહ્યો છે.
ઉનાળામાં ભાવ વધે, પરંતુ સપ્ટેમ્બરમાં પણ ભાવ આસમાને
સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં લીંબુની માંગ વધતી હોવાથી તેના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. જોકે હાલ સપ્ટેમ્બર મહિનામાં પણ લીંબુના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. એક તરફ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રૂ.100થી રૂ.150 પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક માર્કેટમાં રૂ.250થી રૂ.300 પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. આ ભાવ તફાવતને કારણે ભાવનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પોતાના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે અને ગ્રાહકો સુધી લીંબુ વાજબી ભાવે પહોંચે તે માટે માર્કેટિંગ યાર્ડથી સ્થાનિક માર્કેટ સુધીના ભાવમાં રહેલા મોટા તફાવતનો મુદ્દો મહત્વનો બની રહ્યો છે.
આ પણ વાંચો : Gujarat Rain Forecast : ગુજરાતમાં ફરી વરસાદની એન્ટ્રી! 30 સપ્ટેમ્બરથી બદલાશે હવામાનનો મિજાજ, 30થી 40 કિમીની ઝડપે ફૂંકાશે પવન!