Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભાવનગરમાં ભાજપના દિગ્ગજોના પત્તા કપાશે? Mayor-Deputy Mayor ની ટિકિટ પર સંકટ!

Bhavnagar Municipal Corporation: ભાવનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેયર સહિત 60% જુના કોર્પોરેટરોની ટિકિટ કાપવાની શક્યતા વચ્ચે રાજકારણ ગરમાયું છે. વોર્ડ-3 ના કોર્પોરેટર સેજલ ગોહિલે બે કલાક માટે કોંગ્રેસમાં જઈ ફરી ભાજપમાં વાપસી કરતા ચર્ચા જાગી છે. કોંગ્રેસે 25 ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે મહુવામાં ડૉ. કનુભાઈ કલસરિયાએ સદભાવના મંચ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
ભાવનગરમાં ભાજપના દિગ્ગજોના પત્તા કપાશે  mayor deputy mayor ની ટિકિટ પર સંકટ
Advertisement

ભાવનગરમાં Mayor-Deputy Mayor ની ટિકિટ પર સંકટ
ભાજપના જુના જોગીઓની ટિકિટ કપાય તેવી શક્યતાઓ
ભાવનગરમાં સ્થાનિક ચૂંટણીમાં પક્ષપલ્ટાનો ખરો ખેલ!
આવતીકાલે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર થવાની શક્યતા
ભાવનગરના મહુવામાં ચૂંટણી લડશે સદભાવના મંચ
ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પક્ષો એક્શનમાં

Mayor-Deputy Mayor Ticket : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) અને જિલ્લાની બેઠકો પર ઉમેદવારોના નામને લઈને ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાવનગરમાં ભાજપ (BJP) આ વખતે 'નો-રિપીટ' થીયરી અપનાવી શકે છે, જેના કારણે 60 ટકા જેટલા જુના જોગીઓની ટિકિટ કપાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ યાદીમાં મનપાના મેયર (Mayor), ડેપ્યુટી મેયર (Deputy Mayor) અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન (Standing Committee Chairman) જેવા દિગ્ગજોના નામ પણ હોઈ શકે છે. નવા વોર્ડ સીમાંકન (Ward Delimitation) બાદ સમીકરણો બદલાતા ભાજપ હાઈકમાન્ડ નવા ચહેરાઓને તક આપવા વિચારી રહ્યું છે. આગામી 9 તારીખ પછી ભાજપ પોતાની સત્તાવાર યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

Advertisement

બે કલાકનો પક્ષપલ્ટો: સેજલ ગોહિલની ઘરવાપસી

ગઈકાલે ભાવનગરના રાજકારણમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર સેજલ ગોહિલે (Sejal Gohil) બપોરે અચાનક ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં (Congress) જોડાઈને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે પોતે અસુરક્ષિત હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે માત્ર બે કલાકમાં જ તેમને પોતાની 'ભૂલ' સમજાઈ હતી અને તેઓ ફરીથી ભાજપમાં પરત ફર્યા હતા. તેમણે નિવેદન આપ્યું હતું કે, "મને ભટકાવવામાં આવી હતી, પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે." આ હાઈવોલ્ટેજ ડ્રામાએ આખા શહેરમાં ચર્ચા જગાવી છે.

Advertisement

આ પણ વાંચો:ચૂંટણી પહેલા છોટાઉદેપુરના રાજકારણમાં ગરમાવો: Sukhram Rathva એ કરી મોટી જાહેરાત

કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર

એક તરફ ભાજપ મંથન કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસે બાજી મારીને 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે 18 નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે 7 જુના ઉમેદવારોને રિપીટ કર્યા છે. રિપીટ થયેલા નામોમાં જયદીપસિંહ ગોહિલ (Jaydeepsinh Gohil), ભરતભાઈ બુધેલિયા (Bharatbhai Budheliya), રહીમભાઈ ખુરેશી (Rahimbhai Khuresi), કાંતિભાઈ ગોહિલ (Kantibhai Gohil), ભૂમિબેન ગોહિલ (Bhumiben Gohil) અને જશુબેન બારૈયાનો (Jashuben Baraiya) સમાવેશ થાય છે.

મહુવામાં ડૉ. કનુભાઈ કલસરિયાનું રણશિંગું

બીજી તરફ, મહુવામાં (Mahuva) ડૉ. કનુભાઈ કલસરિયાએ (Dr. Kanubhai Kalsariya) 'સદભાવના મંચ' (Sadbhavna Manch) દ્વારા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વડલી (Vadli) ખાતે 118 ગામના કાર્યકરો સાથે બેઠક યોજી તેમણે જિલ્લા પંચાયતની 8, તાલુકા પંચાયતની 34 અને નગરપાલિકાની 36 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. આમ, ભાવનગરમાં ભાજપ, કોંગ્રેસ, આપ (AAP) અને સદભાવના મંચ વચ્ચે ચતુષ્કોણીય જંગ જામવાના એંધાણ છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે નવો વિવાદ : Varun Patel નો ભાજપ પ્રદેશ પ્રમુખને પત્ર

Tags :
Advertisement

.

×