Bhavnagar માં ચૂંટણીને લઈ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ બેઠક યોજાઈ
- Bhavnagar માં "વિજય વિશ્વાસ બેઠક" યોજાઇ
- ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ રહ્યાં હાજર
- બેઠકમાં વધુ મતદાન થાય તેને લઈ ખાસ કરાઈ ચર્ચા
- વિજયનો સંકલ્પ અને ભાવનગરની વિજય વિશ્વાસ બેઠક
- દરેક ઉમેદવાર માટે અત્યારે એક-એક ક્ષણ કિંમતી
Bhavnagar : આ બેઠકમાં કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન, ગૌતમભાઈ,શહેર-જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના લોકો તેમજ ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (election) પ્રચારનો અંતિમ તબક્કો કે જેમાં ઉમેદવારો, કાર્યકરોનો ઉત્સાહ વધારવા મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં "વિજય વિશ્વાસ બેઠક"યોજાઇ હતી. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો,જિલ્લા પંચાયતની 40,તાલુકા પંચાયતની 216 અને 3 નગરપાલિકાની 96 બેઠકો પર વધુમાં વધુ જીત પ્રાપ્ત કરવા અને ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં એડીચોટીનું જોર લગાવવા અપીલ કરી હતી.
મંત્રીએ કહ્યું મે પણ લોકોની ખૂબ સેવા કરી છે
આ તકે કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેને કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યસરકાર દ્વારા વિકાસની કલગીમાં સતત ઉમેરો કરવામાં આવી રહ્યો છે. ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને ગરમીની ઋતુમાં સમયસર મતદાન થાય તેવા પ્રયાસો દ્વારા ફરી સેવાના ભાવ સાથે જંગી લીડ પ્રાપ્ત કરી વિજયી થવા શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે આ તકે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે, લોકોએ મને 30 વર્ષ થી જનપ્રતિનિધિ તરીકે ચૂંટી લોકોની સેવા કરવાનો અવસર આપ્યો છે. અને મે પણ લોકોની 30 વર્ષ સુધી સેવા કરી લોકોના આશીર્વાદ મેળવ્યા છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો પૂરતો પ્રચાર કરે,વધુમાં વધુ મતદાન કરવી વિજેતા બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.
Bhavnagar મનપાની 52 બેઠકો પર જામ્યો ખરાખરીનો જંગ
ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજનું (Koli Community) ભારે પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. 13 વોર્ડ પૈકીના ૫ વોર્ડમાં કોળી સમાજની વસ્તી નિર્ણાયક હોવાથી ભાજપ અને કોંગ્રેસ બંનેએ આ જ્ઞાતિના નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ખાસ કરીને કુંભારવાડા, નારી, ફુલસર અને સીદસર વોર્ડમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને કારણે જબરદસ્ત રસાકસી સર્જાઈ છે.
ભાવનગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે
વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, ભાવનગર જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.
આ પણ વાંચો : Bhavnagar: નિમુબેન બાંભણીયાનો પ્રચંડ પ્રચાર, કાર્યકરોમાં દેખાયો ભારે ઉત્સાહ


