Bhavnagar Accident: મહુવા હાઈવે પર ઇનોવા કાર પલટી, પછી જે મળ્યું તે જોઈ પોલીસ ચોકી!
મહુવા નજીક તરેડ ગામ પાસે એક ઇનોવા કાર પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારની તપાસ કરતા તેમાંથી ₹78,000 ની કિંમતનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત કુલ ₹2,78,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
Advertisement
Bhavnagar Accident: ભાવનગર-મહુવા-સોમનાથ નેશનલ હાઈવે (National Highway) પર આજે સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઇનોવા કાર (Innova Car) ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો હતો. તરેડ (Tared) ગામ નજીક બનેલી આ ઘટનામાં કાર અકસ્માત બાદ તેમાંથી મોટા પાયે વિદેશી દારૂ (Foreign Liquor) અને બિયરનો (Beer) જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

