Bhavnagar News: Free Fire ગેમમાં દોસ્તી પડી ભારે, મહુવાની કિશોરીનું અપહરણ, જાણો પોલીસે ક્યાંથી શોધી?
મહુવામાં ઓનલાઈન ગેમ 'ફ્રી ફાયર' અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ હરિયાણાના સોનીપતના એક કિશોરે મહુવાની સગીરાનું અપહરણ કર્યું હતું. વાલીઓએ ગુમશુદગીની ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર સેલની મદદથી તપાસ હાથ ધરી હતી. મહુવા પોલીસે તાત્કાલિક હરિયાણાના સોનીપત પહોંચી સગીરાને હેમખેમ મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Bhavnagar Kidnapping case: ભાવનગર જિલ્લાના મહુવામાં સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમિંગના દૂષણનો એક ચોંકાવનારો અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજકાલના સબળ ગણાતા ડિજિટલ યુગમાં સગીર વયના બાળકો કઈ રીતે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેનો જીવતો જાગતો પુરાવો આ ઘટના પૂરો પાડે છે. મહુવાની એક સગીર વયની કિશોરી ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ 'ફ્રી ફાયર' (Free Fire) અને સોશિયલ મીડિયા એપ 'ઇન્સ્ટાગ્રામ' (Instagram) ના માધ્યમથી હરિયાણાના સોનીપતના એક કિશોરના સંપર્કમાં આવી હતી. આ ઓનલાઈન પરિચય ધીમે-ધીમે ગાઢ બન્યો હતો અને અંતે તે અપહરણ સુધી પહોંચ્યો હતો. કિશોરી અચાનક ગુમ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.

