Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : મનપા કચેરીનાં ચોથા માળે આગાશી પરથી આધેડે પડતું મૂકી જીવન ટુંકાવ્યું!

કચેરીમાં ત્યારે દોડધામ મચી જ્યારે એક આધેડે કચેરીની બિલ્ડિંગ પરથી પડતું મૂકીને જીવન ટુંકાવ્યું.
bhavnagar   મનપા કચેરીનાં ચોથા માળે આગાશી પરથી આધેડે પડતું મૂકી જીવન ટુંકાવ્યું
Advertisement
  1. Bhavnagar મનપા કચેરીની અગાશી પરથી આધેડે પડતું મૂક્યું
  2. કચેરીની બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે કૂદી જીવન ટુંકાવ્યું
  3. મૃતદેહ PM અર્થે મોકલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભાવનગરમાં (Bhavnagar) હચમચાવે એવી ઘટના બની છે. શહેરની કોર્પોરેશનની બિલ્ડિંગ પરથી એક આધેડે પડતું મૂકીને જીવન ટુંકાવ્યું છે. મનપા કચેરીનાં ચોથા માળે અગાશી પરથી આધેડે કૂદીને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે દોડી આવી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પીએમ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરી હતી. મૃતક કોણ છે ? શા માટે અગાસી પરથી કૂદકો માર્યો ? તે સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે.

આ પણ વાંચો - PM મોદી સેલવાસ પહોંચ્યા, દીવમાં 150 કરોડ અને દમણમાં 105 કરોડના વિકાસકામોનું લોકાર્પણ

Advertisement

Advertisement

આધેડે કચેરીની બિલ્ડિંગ પરથી પડતું મૂકીને જીવન ટુંકાવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (BMC) રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. દરમિયાન, કચેરીમાં ત્યારે દોડધામ મચી જ્યારે એક આધેડે કચેરીની બિલ્ડિંગ પરથી પડતું મૂકીને જીવન ટુંકાવ્યું. મનપા કચેરીનાં ચોથા માળે અગાશી પર આધેડે કૂદીને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં મનપાનાં મેયર ભરતભાઇ બારડ (Bharatbhai Barad) તેમ જ સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન રાજુભાઇ રાબડિયા (Rajubhai Rabadia) સહિતનાં લોકો પરિસરમાં દોડી આવ્યા હતા.

આ પણ વાંચો - Surat: એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત, હવે સેલવાસ જવા રવાના

મૃતકની ઓળખ સામે આવી નથી, આપઘાત કે હત્યા ? કારણ અકબંધ

ત્યાર બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે આધેડનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, મૃતકની ઓળખ હાલ સામે આવી નથી. મૃતક કોણ છે ? શા માટે અગાસી પરથી કૂદકો માર્યો ? હત્યા કે આત્મહત્યા ? તે સમગ્ર મામલે પોલીસે (Bhavnagar Police) તપાસ આદરી છે. આધેડની આત્મહત્યાથી મનપા કચેરીમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

આ પણ વાંચો - Surat: પુત્રને દેવું વધી જતા કંટાળી 57 વર્ષીય પિતાએ આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખી વ્યથા

Tags :
Advertisement

.

×