Bhavnagar: સરતાનપર બંદરે કેમિકલ આવતા દરિયાઈ જીવસૃષ્ટિ,પક્ષીઓ અને માછીમારોને ખૂબ નુકસાન
- તળાજા કોંગ્રેસ પ્રમુખ અને માછીમારો કલેક્ટર ઓફિસ પહોંચ્યા
- કેમિકલથી થયેલ નુકસાનના વળતરની માછીમારોએ કરી માંગ
- અલંગમાં 35 નંબરનો પ્લોટ ધરાવનારે દરિયાને પ્રદૂષિત કર્યાનો આક્ષેપ
Bhavnagar: ભાવનગરમાં માછીમારોને ખુબ જ નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે, જે મામલે અત્યારે વિવાદ પણ સર્જાયો ચે. 20 દિવસ પહેલા સરતાનપર બંદરે કાળુ કેમિકલ આવતા દરિયાઈ જીવ, પક્ષીઓ અને માછીમારોનો ખૂબ નુકસાન થયું હતું. તેને લઈને તળાજા કોંગ્રેસ પ્રમુખ અને 100 જેટલા માછીમારો ભાવનગર કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. એટલું જ નહીં પરંતુ અહીં આવીને માછીમારોએ વળતા માટે માંગણી પણ કરી હતીં.
આ પણ વાંચો: વિંછીયાના થોરિયાળી ગામે પરિસ્થિતિ તંગ, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો ગંભીર
કેમિકલથી થયેલ નુકસાનના વળતરની માછીમારોએ કરી માંગ
નોંધનીય છે કે, માછીમારોને થયેલ નુકસાન અને તેના ભરણપોષણ પેટે યોગ્ય વળતર મળે તે માટે કોંગ્રેસ આગેવાન દ્વારા માંગણી પણ કરવામાં આવી છે. દરિયામાં કાળુ કેમિકલ નાખનાર તે અલંગમાં 35 નંબરનો પ્લોટ ધરાવે છે, તેને જીપીસીબી દ્વારા નિહવત દંડ આપવામાં આવેલ છે. ચિ.આર.ઝેડ.ના નિયમહેઠળ શુ કાર્યવાહી કરવામાં આવી? તેવા સવાલો પણ કરવામાં આવ્યાં હતા.
GPCBએ પ્લોટ ધરાવનાર સામે કોઇ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ
આ બાબતે કોંગ્રેસ આગેવાને રહ્યું કરે, કોસ્ટગાર્ડ , વાઈલ્ડલાઈફ ફોરેસ્ટ તેમજ જી એમ બી જેવા વિભાગો કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. નોંધનીય છે કે, GPCBએ પ્લોટ ધરાવનાર સામે કોઇ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ થયો છે. તળાજા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદસિંહ સરવૈયાએ આ આક્ષેપો કર્યાં છે.ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કલેક્ટર દ્વારા કેવા પગલા લેવામાં આવે છે? અત્યારે તો માછીમારોએ નુકસાનના વળતરની માંગણી કરી છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


