Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: પુત્ર જેલભેગો થતા માયાભાઈ આહીરએ તોડ્યું મૌન! ગીતાના સાર સાથે આપી પ્રતિક્રિયા

Bhavnagar: ભાવનગરના બહુચર્ચિત નવનીતભાઈ બાલધિયા કેસ (Navneet Baldhiya Case)  માં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ના પુત્ર જયરાજ આહીર(Jayraj Ahir) ને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ હાઈ-વોલ્ટેજ કન્ટ્રોવર્સી વચ્ચે અત્યાર સુધી મૌન રહેલા માયાભાઈ આહીરની પ્રથમ વખત આડકતરી પ્રતિક્રિયા સામે આવી છે,
bhavnagar  પુત્ર જેલભેગો થતા માયાભાઈ આહીરએ તોડ્યું મૌન  ગીતાના સાર સાથે આપી પ્રતિક્રિયા
Advertisement
  • પુત્રની ધરપકડ પર માયાભાઇ આહીર (MayaBhai Ahirની પ્રતિક્રિયા
  • માયાભાઇ આહીરે આડકતરી રીતે પ્રતિક્રિયા આપી
  • શોલે ફિલ્મના ડાઇલોગ સાથે માયાભાઇ આહીરે આપી પ્રતિક્રિયા
  • "જે થયું છે તે બરાબર થયું છે, જે થઇ રહ્યું તે બરાબર થઇ રહ્યું"
  • સોશિયલ મીડિયામાં માયાભાઇ આહીરનો વીડિયો વાયરલ
  • ગુજરાત ફર્સ્ટ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી

Bhavnagar: ભાવનગરના બહુચર્ચિત નવનીતભાઈ બાલધિયા કેસ (Navneet Baldhiya Case)  માં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં સંડોવાયેલા જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહીર (Maya Bhai Ahir) ના પુત્ર જયરાજ આહીર(Jayraj Ahir) ને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ હાઈ-વોલ્ટેજ કન્ટ્રોવર્સી વચ્ચે અત્યાર સુધી મૌન રહેલા માયાભાઈ આહીરની પ્રથમ વખત આડકતરી પ્રતિક્રિયા સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

Maya Bhai Ahir એ  'શોલે' ના ડાયલોગ અને ગીતાના સાર સાથે જવાબ

પુત્ર જેલ હવાલે થયા બાદ માયાભાઈ આહીરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ફિલ્મ 'શોલે'ના પ્રખ્યાત ડાયલોગની રિધમ પર આધ્યાત્મિક અંદાજમાં વાત કરતા જોવા મળે છે. માયાભાઈએ જણાવ્યું હતું કે, “જે થયું છે તે બરાબર થયું છે, જે થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે અને જે થશે તે પણ બરાબર જ થશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ હું નથી કહી રહ્યો પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે.” માયાભાઈની આ ટિપ્પણીને લોકો તેમના પુત્રના કેસ સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, આ વાયરલ વીડિયોની પુષ્ટિ 'ગુજરાત ફર્સ્ટ' કરતું નથી.

Advertisement

શું છે સમગ્ર મામલો?

બગદાણાના નવનીતભાઈ બાલધિયા કેસમાં જયરાજ આહીરનું નામ આવતા ખળભળાટ મચી ગયો હતો. લાંબા સમયની તપાસ બાદ આખરે જયરાજ આહીરને જેલ હવાલે કરવામાં આવતા આ મામલો વધુ ગરમાયો છે. એક તરફ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર માયાભાઈના આ નિવેદને અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: Gir Somnath: તાલાલામાં 77 મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, મંત્રી પરસોત્તમ સોલંકીએ લહેરાવ્યો તિરંગો

Tags :
Advertisement

.

×