Bhavnagar: ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાના એંધાણ! જાણો તમામ વોર્ડનું ગણિત
- Bhavnagar મનપાની ચૂંટણી માટે 54.86 ટકા મતદાન
- 13 વોર્ડમાં 52 બેઠકો પર યોજાયુ હતું મતદાન
- આવતીકાલે સવારે 9 વાગ્યે મત ગણતરી હાથ ધરાશે
- ભાવનગર મનપામાં ભાજપને બહુમતી મળવાના એંધાણ
Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) ની 52 બેઠકો માટે યોજાયેલા રસાકસીભર્યા જંગમાં સરેરાશ 54.86 ટકા મતદાન નોંધાયા બાદ હવે સૌની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે. 13 વોર્ડમાં યોજાયેલા આ મતદાનની ગણતરી આવતીકાલે સવારે 9 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. રાજકીય વિશ્લેષકોના મતે ભાવનગર મનપામાં ફરી એકવાર કેસરીયો લહેરાઈ શકે છે અને ભાજપને સ્પષ્ટ બહુમતી (Clear Majority) મળવાની પ્રબળ સંભાવના છે.
Bhavnagar મનપા ચૂંટણીમા સમજો સીટનું ગણિત
ગત ચૂંટણીમાં ભાજપને 44 બેઠકો મળી હતી, જ્યારે આ વખતે ભાજપને 40થી વધુ બેઠકો મળવાની સંભાવના સેવાઈ રહી છે. જોકે, કેટલાક વોર્ડમાં ટક્કર કાંટાની જોવા મળી શકે છે.
વડવા-કરચલીયાપરા: આ વોર્ડમાં ભાજપ ક્લીન સ્વીપ (Clean Sweep) કરે તેવા મજબૂત સંકેતો છે.
ચિત્રાફુલસર: આ વિસ્તારમાં કોંગ્રેસને (Congress) ફાયદો થઈ શકે તેવી શક્યતા છે.
કુંભારવાડા અને બોરતળાવ: આ બંને વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ (Tough Fight) જોવા મળી શકે છે.
સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત
પરિણામોને પગલે ભાવનગર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા (Security Arrangements) ગોઠવવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ડીવાયએસપી (DySP) મિહિર બારીયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ સ્ટ્રોંગરૂમ ખાતે એસઆરપી (SRP) સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મનપા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની બેઠકોનું પણ પરિણામ આવવાનું હોવાથી પોલીસ વિભાગ સતત નિરીક્ષણ કરી રહ્યું છે જેથી શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય.
આ પણ વાંચો: Studio on Wheels: પિતાના પદચિહ્નો પર ચાલીને કરી રહ્યા છે જનસેવા, જાણો Ashokbhai Chanv ની સફર વિશે


