Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : બે દિવસ પહેલા થયેલી મારામારીમાં એકનું સારવાર દરમિયાન મોત, વિસ્તારમાં ફરી હિંસા!

આ બનાવને પગલે મહાકાળી વસાહતમાં ફરી બબાલ થઈ હોવાની માહિતી છે. ત્રણ જેટલાં મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ કરાઈ છે.
bhavnagar   બે દિવસ પહેલા થયેલી મારામારીમાં એકનું સારવાર દરમિયાન મોત  વિસ્તારમાં ફરી હિંસા
Advertisement
  1. Bhavnagar નાં રૂવાપરી રોડ પર મારામારીની ઘટનામાં એકનું મોત
  2. બે દિવસ પહેલા બે પરિવાર વચ્ચે થઈ હતી માથાકૂટ
  3. બનાવને પગલે ફરી મહાકાળી વસાહતમાં થઇ બબાલ
  4. ત્રણ જેટલાં મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ
  5. સિટી ઇન્ચાર્જ SP, DySP સહિત કાફલો ઘટના સ્થળે

ભાવનગર શહેરનાં (Bhavnagar) રૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનાં મામલે મોટા સમાચાર આવ્યા છે. બે દિવસ પહેલા બે પરિવાર વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી, જેમાં બે વ્યક્તિને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ હતી. બે પૈકી એકનું આજરોજ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે મહાકાળી વસાહતમાં ફરી બબાલ થઈ હોવાની માહિતી છે. ત્રણ જેટલાં મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ કરાઈ છે. ઘટનાની જાણ થતાં સિટી ઇન્ચાર્જ SP, DySP સહિત કાફલો સ્થળે પહોંચ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે.

આ પણ વાંચો - Surat : કાપોદ્રાની હીરા કંપનીના રક્ત કલાકારોની હત્યાનું ષડયંત્ર રચાયુ

Advertisement

Advertisement

બે દિવસ પહેલા થયેલી મારામારીમાં ઇજાગ્રસ્ત બે પૈકી એકનું મોત થતાં ફરી બબાલ

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરનાં (Bhavnagar) રૂવાપરી રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા બે પરિવાર વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં બંને પરિવારનાં સભ્યો વચ્ચે મારામારી થતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આજરોજ બે પૈકી એક શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે આજે ફરી મહાકાળી વસાહતમાં ભારે બબાલ (Mahakali Colony Riot) થઈ હતી. લોકોએ આશરે ત્રણ જેટલાં મકાનો અને એક રિક્ષામાં આગ ચાંપી તોડફોડ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો.

આ પણ વાંચો - VADODARA : મોડી રાત્રે યુવાનોએ ટેબલ ઉછાળી તોફાન મચાવ્યું

SP, DySP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે, સ્થિતિ નિયંત્રણમાં

જો કે, રૂવાપરી રોડ (Ruwapari Road) મહાકાળી વસાહત વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હોવાની માહિતી પોલીસને થતાં ઇન્ચાર્જ SP અને ASP અંસુલ જૈન, સીટી DYSP સિંઘાલ, LCB સહિત ઘોઘા રોડ પોલીસનો (Bhavnagar City Police) કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. હાલ, વિસ્તારમાં ભારે તંગદિલી છવાઈ છે. જો કે, પરિસ્થતિ નિયંત્રણમાં છે. પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Weather News : ગુજરાતના તાપમાનમાં મોટાપ્રમાણમાં થશે ઘટાડો, જાણો શું છે હવામાન નિષ્ણાતની આગાહી

Tags :
Advertisement

.

×