Bhavnagar : પાલીતાણાના ભંડારીયા ગામે યુવકની હત્યા, જૂની અદાવતમાં હુમલો થયાનો પરિવારનો આક્ષેપ
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના એક ગામમાં બનેલી હત્યાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. ત્રણ શખ્સો સામે ગંભીર આક્ષેપો વચ્ચે એક યુવકે જીવ ગુમાવ્યો છે. પરિવારજનોએ ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનો દાવો કરતાં મામલો વધુ ગંભીર બન્યો છે. આખરે હુમલા પાછળનું સાચું કારણ શું હતું? પરિવારના આક્ષેપોમાં કેટલી હકીકત છે? પોલીસ તપાસ હવે કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.
Advertisement
Bhavnagar Palitana Murder Case : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે યુવકની હત્યાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. ત્રણ શખ્સોએ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અનકભાઈ દાદાભાઈ કામળિયાનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ જૂની અદાવતને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

