Bhavnagar: 'બહુ કમાયા છો, કયાં છુપાયું છે અમને ખબર છે', પરસોત્તમભાઈએ પોતાના જ MLA ને કેમ ઝાટક્યા?
- Bhavnagar માં ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ લીધો ઉધડો
- પરસોત્તમભાઇએ પોતાના જ ધારાસભ્યનો લીધો ઉધડો
- મહુવાના ધારાસભ્ય શિવાભાઇ ગોહિલની કાઢી ઝાટકણી
Bhavnagar: ભાવનગરના મહુવા (Mahuva) તાલુકાના માળિયા (Maliya) ગામે આયોજિત કોળી સમાજના સમૂહલગ્ન (Mass Marriage) પ્રસંગમાં ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી (Parasottambhai Solanki) ના કડક નિવેદને રાજકીય આલમમાં ચર્ચાઓ જગાવી છે. તેમણે સાર્વજનિક મંચ પરથી જ પોતાની પાર્ટીના મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ (Shivabhai Gohil) ની આકરી ઝાટકણી કાઢી હતી. પરસોત્તમભાઈ સોલંકીએ ધારાસભ્યની ગેરહાજરી અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, "શિવાભાઇ ક્યાં ગયા? આવા મોટા સામાજિક પ્રસંગમાં તો હાજરી આપવી જોઈએ." આ પ્રકારના જાહેરમાં અપાયેલા ઠપકાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો (Political Heat) જોવા મળી રહ્યો છે અને કાર્યકરોમાં પણ અચરજની લાગણી ફેલાઈ છે.
"જીત્યા પછી લોકો વચ્ચે દેખાતા નથી"
પરસોત્તમ સોલંકીએ વધુમાં કટાક્ષ કરતા ધારાસભ્યના વર્તન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મંચ પરથી જણાવ્યું કે, "તમને જેમણે જીતાડ્યા છે તેમને ભૂલી જાવ તો તમારા જેવો માણસ નથી. ચૂંટણી આવે એટલે તમે મારા બંગલાની વાટ જોઈને બેસી રહો છો, પણ જીત્યા પછી લોકો વચ્ચે દેખાતા નથી." આ નિવેદને સ્પષ્ટ કર્યું છે કે વરિષ્ઠ નેતૃત્વ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે સંકલનનો અભાવ વર્તાઈ રહ્યો છે.
બહુ કમાયા છો, બધું ક્યાં છુપાયું છે એ અમને ખબર છે."
સમાજની સેવા અને આર્થિક પાસાઓ પર પ્રહાર કરતા સોલંકીએ ધારાસભ્યની મિલકત અને કમાણી તરફ ઈશારો કરતા ગંભીર આરોપો (Allegations) મૂક્યા હતા. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, "બહુ કમાયા છો, બધું ક્યાં છુપાયું છે એ અમને ખબર છે." એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ છે, ત્યારે ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચેની આ આંતરિક ખેંચતાણ વિરોધ પક્ષો માટે પણ ચર્ચાનો વિષય બની છે. આ કાર્યક્રમ બાદ હવે જોવાનું એ રહેશે કે શિવાભાઇ ગોહિલ આ મામલે શું સ્પષ્ટતા કરે છે.
આ પણ વાંચોઃ "સંબંધ રાખ નહીંતર...", Divya Savlani અને તેના મળતિયાઓનો પાઈપ વડે યુવક પર હુમલો!


