Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : 30 હજારથી વધુ ભાવનગરવાસી PM મોદીનું કરશે ભવ્ય સ્વાગત!

આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને (Gujarat Maritime Board) હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે.
bhavnagar   30 હજારથી વધુ ભાવનગરવાસી pm મોદીનું કરશે ભવ્ય સ્વાગત
Advertisement
  1. PM મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે ગુજરાત પહોંચશે (Bhavnagar)
  2. 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની લેશે મુલાકાત
  3. PM ગુજરાત મેરિટાઇમ બોર્ડને હજારો કરોડની વિવિધ ભેટ આપશે
  4. એરપોર્ટથી સુભાષનગર સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે

Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઈ ભાવનગરમાં (PM Modi in Gujarat) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 20 સપ્ટેમ્બર એટલે કે એક દિવસ બાદ પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને (Gujarat Maritime Board) હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે. એરપોર્ટથી સુભાષનગર સુધી વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાશે, જેને લઈને પૂરજોશમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - Vadodara : SSG હોસ્પિટલના નવા સર્જીકલ વોર્ડની કામગીરી 11 મહિનાથી ટલ્લે ચઢતા રોષ

Advertisement
Advertisement

Bhavnagar એરપોર્ટથી સુભાષનગર સુધી ભવ્ય રોડ શો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરનાં રોજ ભાવનગરની મુલાકાતે (PM Modi in Gujarat) આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીનો (PM Narendra Modi) ભવ્ય રોડ શો યોજાશે. ભાવનગર એરપોર્ટથી સુભાષનગર સુધી આ રોડ શો યોજાશે, જેને લઈને ભાવનગર તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને દરેક વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્તની પણ ખાતરી કરવામાં આવી રહી છે. 30 હજારથી વધું ભાવનગરવાસીઓ PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Advertisement

આ પણ વાંચો - Chhota Udepur : આચાર્ય, ન.પા. પ્રમુખ-ઉપપ્રમુખ તથા અધિકારીઓ સામે શિક્ષકોના ગંભીર આરોપ

જવાહર મેદાનમાં જાહેર સભા, કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ભાવનગરનાં જવાહર મેદાન ખાતે વડાપ્રધાન મોદી જાહેર સભા પણ યોજશે અને લોકોને સંબોધિત કરશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાત મેરિટાઇમ બોર્ડને હજારો કરોડ રૂપિયાની વિવિધ ભેટ આપશે.વિવિધ વિકાસકાર્યોનું વડાપ્રધાન ભાવનગરથી MOU કરશે. માહિતી અનુસાર, પીએમ મોદી 1.50 લાખ કરોડનાં પ્રોજેક્ટનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાગરમાલા પ્રોજેક્ટ (Sagarmala Project) માટે PM મોદી 75 કરોડ રૂપિયા ફાળવશે. અલંગનાં વિકાસ મોડેલને વડાપ્રધાન મોદી રજૂ કરશે એવી માહિતી છે. એકેડમિક બ્લોક, શિક્ષણ ભવન, MCH ના કામોની ઘોષણા થઈ શકે છે. PM મોદી 39,867 કરોડનાં શિપ બિલ્ડિંગ MOU અને રાજ્યમાં 27,138 કરોડનાં કામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ પણ વાંચો - જેલમાં કેદ પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલા ચર્ચાસ્પદ Gujarat Maritime Board ના દસ્તાવેજો ચોરી કરવાના કેસમાં કર્મચારીની ધરપકડ

Tags :
Advertisement

.

×