Bhavnagar police: ભાવનગર પોલીસનું Mission Aarogyam, જવાનોના સ્વાસ્થ્ય માટે નવો સૂર્યોદય
- ભાવનગર પોલીસ (Bhavnagar police) નું અભિયાન મિશન આરોગ્યમ
- હવે પોલીસ જવાનોને મળશે માનસિક તણાવમાંથી મુક્તિ
- ભાવનગર પોલીસ માટે 10 લાખનું કેશલેસ વીમા કવચ
- હેલ્થ રિસ્ક રજિસ્ટ્રી દ્વારા પોલીસ જવાનોની તપાસ કરાશે
- ગુજરાત પોલીસમાં સ્વાસ્થ્ય ક્રાંતિનો પ્રારંભ
Bhavnagar police: કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે 365 દિવસ 24x7 ફરજ બજાવતા પોલીસ જવાનો શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તે હેતુથી ભાવનગર પોલીસ દ્વારા અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન આરોગ્યમ (Mission Aarogyam) લોન્ચ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસ્થ પોલીસ, સશક્ત સેવા (Swasth Police, Sashakt Seva) રાખવામાં આવ્યો છે.
ભાવનગર પોલીસ (Bhavnagar police) નું અભિયાન મિશન આરોગ્યમ
આ મિશન ભાવનગર રેન્જ આઈ.જી. (Range IG) આર.વી. અસારી ( R.V. Asari) સાહેબની પ્રેરણા અને પોલીસ અધીક્ષક (SP) નિતેશ પાંડેય ( Nitesh Pandey) સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ મદદનીશ પોલીસ અધીક્ષક (Assistant Superintendent of Police) ઘનશ્યામ ગૌતમ (Shri Ghanshyam Gautam), ભાવનગર ગ્રામ્ય દ્વારા તૈયાર કરવામાં આવી છે.
મિશનના ત્રણ મુખ્ય તબક્કાઓ
આ પ્રોજેક્ટ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે ત્રણ તબક્કામાં વહેંચાયેલો છે:
1. શારીરિક સ્વાસ્થ્ય મેપિંગ (Baseline Mapping)
પ્રથમ તબક્કામાં પોલીસ જવાનોના બ્લડ ટેસ્ટ, કિડની-લીવર પ્રોફાઇલ, ECG અને આંખની તપાસ કરવામાં આવશે. આ ડેટાના આધારે એક ડિજિટલ હેલ્થ રિસ્ક રજિસ્ટ્રી (Digitized Health Risk Registry) તૈયાર કરાશે, જે જવાનોને ગ્રીન, એમ્બર અને રેડ ઝોનમાં વર્ગીકૃત કરશે.
2. માનસિક સુખાકારી - માનસ (MANAS Vertical)
પોલીસ સેવામાં રહેલા તણાવને દૂર કરવા માટે માનસ (MANAS) વર્ટિકલ કાર્યરત રહેશે. જેમાં યોગા, ધ્યાન અને એન્ગર મેનેજમેન્ટ (Anger Management) જેવા વર્કશોપ યોજાશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક વેલનેસ નોડલ ઓફિસર (Wellness Nodal Officer) ની નિમણૂક કરાશે જે જવાનોને માનસિક મદદ પૂરી પાડશે.
3. સંસ્થાકીય સુરક્ષા (Institutional Security)
જી.કે.એસ.એસ.વાય (GKSSY) યોજના હેઠળ 100 % નોંધણી કરી 10 લાખ સુધીનું કેશલેસ કવર સુનિશ્ચિત કરવામાં આવશે. દરેક કર્મચારીનું આભા આઈડી (ABHA ID) બનાવવામાં આવશે અને મિશન આરોગ્યમ હેલ્થ કાર્ડ (Health Card) આપવામાં આવશે, જેમાં કર્મચારીની મેડિકલ પ્રોફાઇલની વિગતો હશે.
મિશનના પ્રથમ તબક્કાનો પ્રારંભ
આ મિશનના પ્રથમ તબક્કાના ભાગરૂપે વરતેજ ખાતે મેડિકલ તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે 06:00 થી ભાવનગર ગ્રામ્ય વિભાગની કચેરી, નારી ચોકડી, વરતેજ (Vartej) ખાતે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ (Chief Guest)તરીકે ભાવનગર પોલીસ અધીક્ષક (SP) ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય ઉદ્દેશ્યો
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017 મુજબ, સારવારના બદલે રોગ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.
- તમામ પોલીસ કર્મચારીઓનું વ્યાપક અને ડિજિટલ મેડિકલ બેઝલાઇન તૈયાર કરવું.
- પોલીસ વિભાગમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની ચર્ચા શરૂ કરવી અને તેને લગતા સંકોચ દૂર કરવા.
- સરકારી વીમા યોજનાઓ દ્વારા મેડિકલ ઇમરજન્સી માટે 100% આર્થિક સુરક્ષા પૂરી પાડવી
Bhavnagar Police Mission Arogyam launch
Bhavnagar Police દ્વારા 'મિશન આરોગ્યમ'નો પ્રારંભ, પોલીસ જવાનો અને પરિવાર માટે અનોખી પહેલ | Gujarat First
ભાવનગર પોલીસ દ્વારા 'મિશન આરોગ્યમ'નો પ્રારંભ
પોલીસ જવાનો અને તેમના પરિવાર માટે નવતર અભિગમ
પોલીસ જવાનોના સ્વાસ્થ્ય માટે ભાવનગર… pic.twitter.com/HMVdwSS8aM— Gujarat First (@GujaratFirst) May 14, 2026
આ પણ વાંચો: Vadodara માં દેશનું પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 લશ્કરી વિમાન તૈયાર, જાણો ક્યારથી ભરશે ઉડાન


