Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: અસામાજિક તત્વોના ઘરે પોલીસ અને PGVCL નું સંયુક્ત ચેકિંગ, વીજ ચોરીનો પર્દાફાશ

Bhavnagar News: ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા લેવાયેલા કડક વલણના ભાગરૂપે આજે પોલીસ અને PGVCL ની ટીમે સંયુક્ત રીતે આક્રમક ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીને કારણે શહેરના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
bhavnagar news  અસામાજિક તત્વોના ઘરે પોલીસ અને pgvcl નું સંયુક્ત ચેકિંગ  વીજ ચોરીનો પર્દાફાશ
Advertisement
  • Bhavnagar police એ અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ હાથ ધર્યું
  • પોલીસ અને પીજીવીસીએલની ટીમે સંયુક્ત તપાસ
  • ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં વીજ ચોરી પકડાઈ
  • ડ્રોન કેમેરાની મદદથી અસામાજિક તત્વો પર નજર
  • અસામાજિક તત્વોમાં પોલીસની કામગીરીથી ફફડાટ
  • કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની લાલ આંખ

Bhavnagar News: ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જેના અનુસંધાને આજે શહેર પોલીસ અને PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ની ટીમે સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વોના રહેઠાણો પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.

Bhavnagar police એ અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ હાથ ધર્યું

પોલીસની આ તપાસની વિશેષતા એ રહી કે, અસામાજિક તત્વો કોઈ પણ સંજોગોમાં છટકી ન શકે તે માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરા (Drone Camera) ની મદદ લેવામાં આવી હતી. ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને અસામાજિક તત્વોના ઘરે સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસની આ અત્યાધુનિક પદ્ધતિથી ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

Advertisement

Bhavnagar News-Police Raid, Electricity Theft- Gujarat first

Advertisement

મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ

પોલીસ અને PGVCL ની સંયુક્ત ટીમે ચેકિંગ દરમિયાન અનેક સ્થળોએથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વીજ જોડાણો અને વીજ ચોરી (Electricity Theft) પકડી પાડી હતી. તપાસ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવતી આ વીજ ચોરીનો પર્દાફાશ થતા, તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Bhavnagar News-Police Raid, Electricity Theft- Gujarat first

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની કડકાઈ

ભાવનગર શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે જિલ્લા પોલીસ વડાની 'લાલ આંખ' બાદ, હવે શહેરભરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત કાર્યરત રહેશે તેવો સંદેશ મળ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad Seventh Day School વિવાદમાં સુનાવણી, શિક્ષણ વિભાગ એક્શનમાં, જાણો લેટેસ્ટ અપડેટ

Tags :
Advertisement

.

×