Bhavnagar Police Action: સ્પાની આડમાં ચાલતા દેહવ્યપારની રૂ. 80 લાખની પ્રોપર્ટી જપ્ત થશે
- ગુજરાતમાં માનવ તસ્કરી સામે Bhavnagar Police Action
- સ્પાની આડમાં ચાલતા માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ
- ભાવનગર નિલમબાગ પોલીસે ગુંડા અર્થતંત્રને કર્યું ધ્વસ્ત
- હિસ્ટ્રીશીટર મહિલા સામે એસપી નિતેશ પાંડેયની લાલઆંખ
- દેહ વ્યપારની કમાણી પર ભાવનગર પોલીસની ટાંચ
- રૂ. 80 લાખની આલીશાન પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ
Bhavnagar Police Action : ભાવનગર (Bhavnagar) શહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા એક ખૂબ જ મોટી અને ઐતિહાસિક કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે. શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યપાર અને માનવ તસ્કરી (Human Trafficking) ના મોટા નેટવર્કને ખુલ્લું પાડીને પોલીસે નવા ફોજદારી કાયદા હેઠળ અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર રેન્જના આઇ.જી.પી. (IGP) આર.વી. અસારી (R.V. Asari) અને પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેય (Nitesh Pandey) ની કડક સૂચના બાદ, મદદનીશ પોલીસ અધિક્ષક (ASP) ઘનશ્યામ ગૌતમ (Ghanshyam Gautam) અને નાયબ પોલીસ અધિક્ષક (DySP) આર.આર. સિંધાલ (R.R. Singhal) ના સીધા માર્ગદર્શન હેઠળ નિલમબાગ પોલીસ સ્ટેશન (Nilambag Police Station) માં દાખલ થયેલા માનવ તસ્કરીના ગુનામાં નવા કાયદા BNSS ની કલમ 107 હેઠળ આરોપીની આશરે રૂ. 80,00,000ની આલીશાન પ્રોપર્ટી જપ્ત (Property Confiscation) કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
"આયુર થાઇ" અને "ક્રિસ્ટલ" ફેમીલી સ્પાની આડમાં ચાલતો હતો ગોરખધંધો
આ સમગ્ર રેકેટની મુખ્ય સૂત્રધાર આરોપી મહિલા શબાનાબેન ફારૂકભાઇ થીમ (Shabanaben Farukbhai Thim) છે, જે મૂળ અપનાનગર, કુંભારવાડાની વતની છે અને હાલ શિવધારા સોસાયટી, રિંગ રોડ (Ring Road) ખાતે ભાડાના મકાનમાં રહે છે. આ મહિલા દ્વારા ભાવનગરના પોશ વિસ્તાર ગણાતા વાઘાવાડી રોડ (Waghavadi Road) પર આવેલ ઇવા સુરભી કોમ્પલેક્ષ (Eva Surbhi Complex) માં "આયુર થાઇ ફેમીલી સ્પા" (Ayur Thai Family Spa) તેમજ શિવા બ્લેસીંગ બિલ્ડીંગ (Shiva Blessing Building) માં "ક્રિસ્ટલ ફેમીલી સ્પા" (Crystal Family Spa) ચલાવવામાં આવતું હતું. મસાજના બહાને આવતા ગ્રાહકો પાસેથી મોટી રકમ વસૂલીને, ત્યાં રાખવામાં આવેલી મહિલાઓને ધમકીઓ આપીને આર્થિક લાભ માટે જબરદસ્તીથી દેહવ્યપારના ધંધામાં ધકેલી તેમનું શોષણ કરવામાં આવતું હતું. નિલમબાગ પોલીસે આ સ્થળો પર રેઇડ કરીને ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) અને અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ (ITPA) હેઠળ બે ગુનાઓ દાખલ કર્યા હતા.
Bhavnagar Rular ASP Ghanshyam Gautam ની મોટી કાર્યવાહી, માનવ તસ્કરીના કાળા કમાણીની પ્રોપર્ટી જપ્ત | Gujarat First
ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમની મોટી કાર્યવાહી
માનવ તસ્કરીના રેકેટના રૂપિયાની પ્રોપર્ટી કરી જપ્ત
આરોપીએ માનવ તસ્કરીના રૂપિયાથી લીધી હતી પ્રોપર્ટી
BNSSની કલમ 107… pic.twitter.com/BZut7dxTMI— Gujarat First (@GujaratFirst) May 20, 2026
પાપની કમાણીમાંથી જ ખરીદી લીધી રૂ. 80 લાખની દુકાન
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપી શબાનાબેને વર્ષ 2022 માં સૌપ્રથમ ઇવા સુરભી કોમ્પલેક્ષની દુકાન નં-309 ભાડે રાખીને આ અનૈતિક વ્યવસાય શરૂ કર્યો હતો. આ ગેરકાયદેસર ધંધામાંથી થતી મસમોટી કમાણીમાંથી જ તેણે તે દુકાન ખરીદી લીધી હતી અને દુકાનની બેંક લોનના હપ્તા પણ આ જ કાળા ધંધાની આવકમાંથી ચૂકવવામાં આવતા હતા. હાલ બજાર કિંમત મુજબ રૂ. 80 લાખની કિંમત ધરાવતી આ પ્રોપર્ટી ગેરકાયદેસર કમાણીથી ઉભી કરાઈ હોવાનું સાબિત થતાં તેને ટાંચમાં લેવા (જપ્ત કરવા) માટે નામદાર ન્યાયાધીશ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
અસામાજિક તત્વો સામે ભાવનગર પોલીસની 'ઝીરો ટોલરેન્સ' નીતિ
પોલીસ પત્રક અનુસાર, આરોપી શબાનાબેન સામે અગાઉ વર્ષ 2016 અને વર્ષ 2025 માં પણ બોરતળાવ અને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અનૈતિક વ્યાપારના ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમ છતાં તેની અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રહેતા સમાજના યુવાવર્ગને બચાવવા પોલીસે નવા કાયદાનો દંડો ઉગામ્યો છે. આ સફળ ઓપરેશનમાં નિલમબાગના પી.આઈ. ડી.પી. ઉનડકટ (D.P. Unadkat), હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર હરગોવિંદભાઇ, વુમન કોન્સ્ટેબલ શ્રદ્ધાબેન અને એએસપી ઓફિસના વિશ્વદિપસિંહ જોડાયા હતા. ભાવનગર પોલીસે બાંહેધરી આપી છે કે આવી પ્રવૃત્તિઓ સામે 'ઝીરો ટોલરેન્સ' (Zero Tolerance) ની નીતિ હેઠળ ગુનાહિત અર્થતંત્રને નેસ્તનાબૂદ કરવામાં આવશે.
આ પણ વાંચો: Bhavnagar Ashanthadhara Case: કલેક્ટરની મંજૂરી વગર રૂ. 33 લાખમાં ફ્લેટ વેચનાર સામે પોલીસ એક્શન


