ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: લીમડા નજીક ખાનગી બસ પલ્ટી, 10 થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત

Bhavnagar: લીલીયાથી સુરત જતી ખાનગી બસ લીમડા નજીક નાના ઉંમરડા પાસે પલ્ટી મારી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
07:53 AM Feb 17, 2025 IST | VIMAL PRAJAPATI
Bhavnagar: લીલીયાથી સુરત જતી ખાનગી બસ લીમડા નજીક નાના ઉંમરડા પાસે પલ્ટી મારી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.
Bhavnagar
  1. બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો
  2. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડાયા
  3. દુર્ઘટનામાં 10 થી 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

Bhavnagar: લીલીયાથી સુરત જતી ખાનગી બસ લીમડા નજીક નાના ઉંમરડા પાસે પલ્ટી મારી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ રોડ પરથી ખસી ગઇ હતી, જેના કારણે મુસાફરોને સામાન્યથી લઈને ગંભીર ઇજા પહોંચી છે. આ દુર્ઘટનામાં 10 થી 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Surat : કોંગ્રેસ અને AAP નું ખાતું પણ નહીં ખુલે : MLA જયેશ રાદડિયા

લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા ઘટના સ્થળે પહોંચ્યા

આ દુર્ઘટનાની જાણ થતાં લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક પ્રશાસન સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્થાનિક તંત્ર, પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે તુરંત પહોંચી ગયા હતાં. ઢસા પોલીસ, ઉમરાળા પોલીસ અને ગઢડા મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરીમાં જોડાયા હતાં. નોંધનીય છે કે, અકસ્માત થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં છે.

આ પણ વાંચો: VADODARA : ઋષિકેશ સ્થિત ગંગા નદીમાં પગ લપસ્ચા બાદથી જાણીતા બિલ્ડર લાપતા

2 ક્રેઈન 4 જેસીબી સહિતના સાધનો સાથે તંત્ર લાગ્યું કામે

બસને ઉચકવા માટે 2 ક્રેઈન અને 4 જેસીબી સહીતના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક દામનગર, શિહોર, ઢસા અને ગઢડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર ખાનગી બસોના સુરક્ષા નિયમો પર પ્રશ્નો ઉભા કર્યા છે. મુસાફરો માટે વધુ સલામતી સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ દ્વારા આ અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
accident newsBhavnagarBhavnagar Accident NewsBhavnagar NewsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPrivate bus AccidentPrivate bus Accident News
Next Article