Bhavnagar Rajkot Highway Accident : બુલેટ ડિવાઈડર સાથે અથડાતા 3 મિત્રોના કરુણ મોત, જાળીયા ગામમાં શોક
ભાવનગર-રાજકોટ હાઈવે પર મોડી રાત્રે એવી ઘટના ઘટી કે ત્રણ પરિવારોના દીવા હંમેશા માટે ઓલાઈ ગયા. નાસ્તો કરવા ગયેલા ત્રણ મિત્રો હસતા-રમતા પરત ફરી રહ્યા હતા, પરંતુ એક ક્ષણની બેદરકારી અને બુલેટની સ્પીડે હાઈવેને રક્તરંજિત કરી નાખ્યો. પોલીસની FIR માં જે ખુલાસો થયો છે તે વાહન ચલાવનારાઓ માટે મોટી ચેતવણી સમાન છે. શું હતી એ રાતની પૂરી હકીકત?
Advertisement
- 3 યુવાનના મોતથી જાળીયા ગામ શોકમાં ગરકાવ (Bhavnagar Rajkot Highway Accident)
- 2 દિવસ પહેલા યુવકોનો થયો હતો અકસ્માત
- ભાવનગર-રાજકોટ હાઈવે પર સર્જાયો હતો અકસ્માત
- બુલેટ પર સવાર 3 યુવકો ડિવાઈડર સાથે ટકરાયા હતા
- અકસ્માત બાદ સારવાર દરમિયાન યુવકોના થયા મોત
Bhavnagar Rajkot Highway Accident : સૌરાષ્ટ્રના રાજમાર્ગો ફરી એકવાર રક્તરંજિત બન્યા છે. ભાવનગર-રાજકોટ હાઈવે (Bhavnagar-Rajkot Highway) પર ઉમરાળા તાલુકાના લીમડા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બુલેટ સવાર ત્રણ આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

