Bhavnagar : રોટરી ક્લબના પ્રયાસોથી 6 દિવસીય એક્યુપ્રેશર હેલ્થ કેમ્પનું આયોજન
- Bhavnagar માં રોટરી ક્લબના પ્રયાસોનું ઉમદા પરિણામ
- લોકોને અસરકારક વૈકલ્પિક સારવારનો લાભ મળી રહ્યો છે
- 30 માર્ચથી 4 એપ્રિલ સુધી એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરાયું છે
- રાજસ્થાનના નિષ્ણાંતની ટીમ દ્વારા સારવાર અપાઇ રહી છે
Bhavnagar : રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ (Rotary Club Of Bhavnagar - Vibrant) અને રોટરી ક્લબ ઓફ ભાવનગર રાઉન્ડ ટાઉનના (Rotary Club Of Bhavnagar - Round Town) સંયુક્ત પ્રયાસથી 6 દિવસીય એક્યુપ્રેશર હેલ્થ કેર કેમ્પનું (Acupressure Health Care Camp - Bhavnagar) આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ સમાજમાં સમગ્ર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. આ કેમ્પ રામ મનોહર લોહિયા આરોગ્ય જીવન સંસ્થાન (રાજસ્થાન) (Ram Manohar Lohia Arogya Jeewan Sansthan) ના સહયોગથી યોજાઈ રહ્યો છે, જેમાં ડૉ. ચયાનન અને તેમની ટીમ દ્વારા નિષ્ણાત સારવાર અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો ----------- ખેડા ભાજપમાં ચૂંટણીનો ધમધમાટ, Sense Process માં દાવેદારોની ભારે ભીડ!
Bhavnagar, નજીવી ફીમાં મોટો ફાયદો
આ કેમ્પ હાલમાં તા. 30 માર્ચથી 4 એપ્રિલ સુધી આરતી પેલેસ ફ્લેટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, કાળુભા રોડ ખાતે ચાલી રહ્યો છે, અને આ કેમ્પમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર રૂ. 250 ની નોંધણી ફી સાથે ભાગ લેનારાઓ કુદરતી અને વૈકલ્પિક અસરકારક સારવારનો લાભ લઈ રહ્યા છે.
Bhavnagar, કેમ્પમાં નીચે મુજબની આરોગ્ય સમસ્યાઓનું નિદાન
- બ્લડ પ્રેશર અને થાઈરોઇડ
- પીઠનો દુખાવો, સાયટિકા અને સાંધાના દુખાવા
- સર્વાઇકલ અને આર્થ્રાઇટિસ
- હાથ અને પગમાં સુનકાર
- પેટની તકલીફો, ગેસ અને કબજિયાત
- શુગર અને મોટાપો
- ક્રોનિક માથાનો દુખાવો અને દમ (Asthma)
બે સત્ર શરૂ કરાયા
આ કુદરતી અને વૈકલ્પિક અસરકારક સારવારના કેમ્પનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે આયોજકો દ્વારા કેમ્પ સવારે અને સાંજે એમ બે સત્રોમાં ચાલાવવામાં આવી રહ્યો છે, આ અવકારદાયક પહેલ રોટરીની સમાજસેવા અને પ્રિવેન્ટિવ હેલ્થકેર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે લોકોને સુરક્ષિત, નોન-ઇન્વેસિવ અને હોલિસ્ટિક સારવાર અપનાવવા પ્રેરણા આપે છે.
આ પણ વાંચો ----------- Junagadh: સક્કરબાગ ઝૂમાં વિદેશી મહેમાનનું આગમન! જુઓ પહેલીવાર જન્મેલું બાળ ઝીબ્રા


