ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar : સાધ્વી સાથે બીભત્સ ફોટા વાઇરલ થયા બાદ સાધુની પ્રતિક્રિયા

જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજે આગળ કહ્યું કે, અમે સામે બેસીને ચર્ચા કરવા મુદ્દે પણ અનેકવાર રજૂઆત કરી છે.
12:03 AM Apr 01, 2025 IST | Vipul Sen
જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજે આગળ કહ્યું કે, અમે સામે બેસીને ચર્ચા કરવા મુદ્દે પણ અનેકવાર રજૂઆત કરી છે.
Jain_Gujarat_first 1
  1. જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજની બીભત્સ તસવીર વાઇરલ થવાનો મામલો (Bhavnagar)
  2. જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજની પ્રતિક્રિયા આવી સામે
  3. સમાજનાં બેથી ત્રણ લોકો મને બદનામ કરી કહ્યા છે : સાગરચંદ્ર સાગર મહારાજ
  4. અમે આ તસવીરોનો ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો છે: જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર

Bhavnagar : જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજના (Sadhu Sagar Chandra Sagar Maharaj) જૈન સાધ્વી સાથેનાં બીભત્સ ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જૈન સમાજમાં (Jain Samaj) ભારે રોષ વ્યાપી ગયો છે અને સાધુ સાગરચંદ્ર સાગર અને સાધ્વીને સંસારમાં પરત મોકલવાની ઊગ્ર માગ પણ ઊઠી છે. હવે, આ મામલે જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સમાજના બેથી ત્રણ લોકો મને બદનામ કરી કહ્યા છે. અમે આ તસવીરોનો ફોરેન્સિક રિપોર્ટ કરાવ્યો છે, જેમાં એડિટ કરીને ફોટો વાઇરલ કર્યા હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો - સાધ્વી સાથે સાધુ સાગરચંદ્ર સાગરના બીભત્સ ફોટા વાઇરલ થતાં જૈન સમાજમાં આક્રોશ

સમાજનાં બેથી ત્રણ લોકો મને બદનામ કરી કહ્યા છે : સાગરચંદ્ર સાગર મહારાજ

સોશિયલ મીડિયા પર જૈન સમાજનાં (Jain Samaj) સાધુ સાગરચંદ્ર સાગરનાં એક જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાઇરલ થયા હતા, જે બાદ જૈન સમાજમાં (Jain Samaj) ભારે આક્રોશ જોવા મળ્યો છે. સમાજનાં લોકોએ સાધુ સાગરચંદ્ર અને સાધ્વીને સંસારમાં પરત મોકલવાની ઊગ્ર માગ પણ ઉચ્ચારી છે. ત્યારે હવે આ મામલે જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સમાજની બે-ત્રણ વ્યક્તિ મને બદનામ કરી રહી છે. જૈન આચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજે એવો પણ દાવો કર્યો કે, અમે આ તસવીરોનો ફોરેન્સિક રિપોર્ટ (Bhavnagar) કરાવ્યો છે, જેમાં એડિટ કરીને ફોટો વાઇરલ કર્યા હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો - Gondal : ભાગેદારીમાં પેઢી ચલાવતા વેપારીનો પુત્ર 21 લાખની મતા લઈ ફરાર

'અમે આ મુદ્દે પોલીસમાં પણ અરજી કરી છે'

જૈનાચાર્ય સાગરચંદ્ર સાગર મહારાજે આગળ કહ્યું કે, અમે સામે બેસીને ચર્ચા કરવા મુદ્દે પણ અનેકવાર રજૂઆત કરી છે. અમે આ મુદ્દે પોલીસમાં પણ અરજી કરી છે. રજૂઆત કરવા છતા પણ કોઇ બેઠક કરવા આવ્યું નથી તેમ સાગરચંદ્ર સાગર મહારાજે જણાવ્યું હતું. નોંધનીય છે કે, સમાજનાં અગ્રણીઓ દ્વારા સાધુ સાગરચંદ્ર સાગર (Sadhu Sagarchandra Sagar) સામે પથ્થરને ભગવાન બનાવી ચાંદી એકઠી કર્યાનો પણ આરોપ કરાયો છે.

આ પણ વાંચો - Junagadh : નરાધમ પિતાએ 1 મહિના સુધી દીકરીને પીંખી, હવે થયા આવા હાલ

Tags :
Forensic reportGujaratGUJARAT FIRST NEWSJain SamajJypocritical MonkSadhu Sagarchandra Sagar ControversySadhu Sagarchandra Sagar Viral PhotosTop Gujarati News
Next Article