ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાને આરે, 127460 ક્યુસેક પાણીની આવક થઈ

ભાવનગરમાં શેત્રુંજી ડેમની સપાટીમાં થયો વધારો પાલીતાણા શેત્રુંજી ડેમમા નવાનીરની આવક શેત્રુંજી ડેમમાં 127460 ક્યુસેક પાણીની આવક શેત્રુંજીડેમની સપાટી 24.7 ઇંચ પહોંચી શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી છે 34 ફૂટ Bhavnagar : ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે....
08:07 PM Jun 16, 2025 IST | Hiren Dave
ભાવનગરમાં શેત્રુંજી ડેમની સપાટીમાં થયો વધારો પાલીતાણા શેત્રુંજી ડેમમા નવાનીરની આવક શેત્રુંજી ડેમમાં 127460 ક્યુસેક પાણીની આવક શેત્રુંજીડેમની સપાટી 24.7 ઇંચ પહોંચી શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી છે 34 ફૂટ Bhavnagar : ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે....
shetrunji dam

Bhavnagar : ભાવનગરમાં આજે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. નદીઓમાં પાણીની આવક થવાથી કેટલીક નદીઓ બે કાંઠે થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમમાં (shetrunji dam)પણ પાણીની આવક થવા પામી છે. ડેમમાં હાલ 79760 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમની સપાટી 23 ફૂટ પાર કરી ગઈ છે. 34 ફૂટે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થાય છે.

 

ભાવનગરમાં નદી નાળા છલકાઈ ગયાં

ભારે વરસાદને કારણે ભાવનગરમાં નદી નાળા છલકાઈ ગયાં છે. શિહોરનું ગોમતેશ્વર તળાવ ઓવરફલો થયું છે. તળાવ ઓવરફલો થતાં 50 દરવાજા ખોલવામાં આવ્યાં છે. તળાવમાંથી પાણી છોડાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવો પડ્યો છે. ભારે વરસાદને કારણે પાલીતાણાના ખારો ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થવા પામી છે. ખારો ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છએ. પાંચ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. પાણી છોડવામાં આવતા ત્રણ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે.

આ પણ  વાંચો -Gujarat Rain : સૌરાષ્ટ્ર પંથકનાં અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ, જેસર તાલુકામાં 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

ભારે વરસાદને કારણે માલણ નદી બે કાંઠે થઈ

ભાવનગરના મહુવામાં ભારે વરસાદને કારણે માલણ નદી બે કાંઠે થઈ છે. નદીના પાણી ગામમાં ઘૂસતાં લોકો અટવાઈ ગયા હતાં. લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. મહુઆ થઈ બંદર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. માલણ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતાં. રસ્તો બંધ થઈ જવાથી લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.

 

Tags :
Bhavnagarbreaking newsDam OverflowGujarat FirstNewsrain forecastrover overflowShetrunji damwater levelWeather
Next Article