Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: હચમચાવી દે તેવી ઘટના, 10 દિવસથી ગુમ માતા, પુત્ર, પુત્રીની લાશ મળી

Bhavnagar: ભાવનગર શહેરની હચમચાવી દે તેવી ઘટના બની છે. જેમાં 10 દિવસથી ગુમ માતા, પુત્ર, પુત્રીની લાશ મળી છે. તેમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની, 2 બાળકો ગુમ હતા. જેમાં સુરત જવાનું કહીને ત્રણેય ઘરેથી નીકળ્યા હતા. તેમાં ત્રણેયની હત્યા થઈ હોવાની આશંકાઓ પ્રબળ છે. જેમાં પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તથા મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયા છે.
bhavnagar  હચમચાવી દે તેવી ઘટના  10 દિવસથી ગુમ માતા  પુત્ર  પુત્રીની લાશ મળી
Advertisement
  • Bhavnagar: ફોરેસ્ટ અધિકારીના પત્ની, 2 બાળકો હતા ગુમ
  • સુરત જવાનું કરીને ઘરેથી નીકળ્યા હતા ત્રણેય
  • ત્રણેયની હત્યા થઈ હોવાની આશંકાઓ પ્રબળ

Bhavnagar: ભાવનગર શહેરની હચમચાવી દે તેવી ઘટના બની છે. જેમાં 10 દિવસથી ગુમ માતા, પુત્ર, પુત્રીની લાશ મળી છે. તેમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની, 2 બાળકો ગુમ હતા. જેમાં સુરત જવાનું કહીને ત્રણેય ઘરેથી નીકળ્યા હતા. તેમાં ત્રણેયની હત્યા થઈ હોવાની આશંકાઓ પ્રબળ છે. જેમાં પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તથા મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયા છે.

એક પછી એક ત્રણ મૃતદેહો મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે ફોરેસ્ટ અધિકારીના પત્ની નયના રબારી અને તેમના બે બાળકો, દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારી, છેલ્લા 10 દિવસથી લાપતા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. રવિવારે પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળી હતી.

Advertisement

Advertisement

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરતાં ત્યાંથી એક પછી એક ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. મૃતદેહોની ઓળખ નયના રબારી અને તેમના બે બાળકો પૃથા અને ભવ્ય તરીકે કરવામાં આવી છે.

Bhavnagar: પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી

એક સાથે માતા અને બે બાળકોના મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવતા આ ઘટના હત્યા હોવાની પ્રબળ આશંકા છે. પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ડોગ સ્ક્વોડ તથા FSLની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલમાં આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Sanatan Hindu Ekta Yatra નો છેલ્લો દિવસ, વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર પહોંચશે યાત્રા

Tags :
Advertisement

.

×