Bhavnagar News : સિહોરમાં હિટ એન્ડ રનની ગોઝારી ઘટના, ટ્રકે બાઈક સવારને અડધો કિલોમીટર સુધી ઢસડ્યો
Bhavnagar News : ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિહોરમાં હિટ એન્ડ રનની હૈયુ હચમચાવતી ઘટના સામે આવી છે. ભાવનગરના ભરચક ગણાતા વડલા ચોક વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
Bhavnagar News : યુવાનનું ઘટનાસ્થળે મોત
પ્રાપ્તથતી માહિતી અનુસાર ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક ચાલકે બાઈક અને તેના સવારને અડધો કિલોમીટર સુધી રોડ પર ઢસડ્યા હતા. આ ઘટનામાં અતિક લિયાકતભાઈ ડેરૈયા નામના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડ્યા
ઉલ્લેખનીય છે કે બાઈક પર સવાર બીજા યુવાન અમન યુનુસભાઈ રાધનપુરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક ભાવનગર હોસ્પિટલ (Bhavnagar Hospital) ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેની નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે તેને અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ સિહોર પોલીસ (Sihor Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gujarat Weather News: ગુજરાતમાં ગરમીનો અંત! હવામાન વિભાગે આ તારીખોમાં કરી ભારે વરસાદની આગાહી


