Bhavnagar bus accident: ભાવનગર જિલ્લાના સિહોરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. સિહોરથી ટાણા અને વરલ રૂટ પર દોડતી એસટી (ST) બસ અચાનક અનિયંત્રિત થઈને ભરૂચા ક્લબની દીવાલ સાથે ધડાકાભેર અથકાઈ હતી. બસ સ્ટેન્ડમાંથી પૂરપાટ ઝડપે બહાર નીકળતી વખતે બ્રેક ફેલ થવાને કારણે કે ડ્રાઈવરે કાબુ ગુમાવી દેવાને લીધે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Bhavnagar ના સિહોરમાં ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, એસટી બસ બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળી રહી હતી તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે આવેલી બસ સીધી જ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ભરૂચા ક્લબની દીવાલ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ફૂટપાથ પર બેસીને વાહનની રાહ જોઈ રહેલા રાહદારીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા.
બેના મોતની આશંકા
અકસ્માતને પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફૂટપાથ પર વાહનની રાહ જોઈ બેઠેલા એક મહિલા સહિત બે વ્યક્તિઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તો તેમજ મૃતકોને સારવાર તથા પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ સિહોર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવીને અકસ્માતગ્રસ્ત એસટી બસને ક્રેનની મદદથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણે રસ્તા પર સર્જાયેલા ટ્રાફિકજામને હટાવીને પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરાવ્યો હતો. હાલ પોલીસે આ માને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Botad news: શાળાના આચાર્ય વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ, વિદ્યાર્થીનીઓ સાથે અડપલાં કર્યાનો આક્ષેપ