Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News: 'વેન્ટિલેટર કાઢી નાખતા મોત', સર ટી હોસ્પિટલ સામે દર્દીના પરિવાર આક્ષેપો

Bhavnagar: ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. અકસ્માતમાં ઘાયલ યુવાનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ ઈસીજી કાઢવા માટે સ્ટાફે વેન્ટિલેટર હટાવી લેતા યુવાનનું મોત થયાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ હોસ્પિટલ તંત્ર મૌન સેવી રહ્યું છે.
bhavnagar news   વેન્ટિલેટર કાઢી નાખતા મોત   સર ટી હોસ્પિટલ સામે દર્દીના પરિવાર આક્ષેપો
Advertisement

Bhavnagar News: ચાર દિવસ પૂર્વે ભાવનગર-ધોલેરા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નીરજ વ્યાસ નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત અવસ્થામાં તેને સારવાર અર્થે તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. નીરજની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. પરિવારજનોને આશા હતી કે તબીબી સારવારથી નીરજ સાજો થઈ જશે, પરંતુ એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર મામલાને વિવાદમાં મૂકી દીધો છે.

ઈસીજી લેવા વેન્ટિલેટર હટાવ્યાનો આક્ષેપ

પરિવારજનોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીનું ઈસીજી (ECG) લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ફરજ પરના સ્ટાફે વેન્ટિલેટર હટાવી દીધું હતું. પરિવારના સભ્યોનો આરોપ છે કે, જે ગંભીર દર્દી વેન્ટિલેટર પર હોય, તેનું વેન્ટિલેટર કાઢવું જોખમી છે અને સ્ટાફની આ બેદરકારીને કારણે નીરજ વ્યાસે દરમિયાન જ દમ તોડ્યો છે.

Advertisement

પરિવારજનોમાં રોષ અને ન્યાયની માગ

નીરજ વ્યાસના મૃત્યુ બાદ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમણે હોસ્પિટલના જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Advertisement

હોસ્પિટલ તંત્રનું મૌન

હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સ્પષ્ટતા ન આવતા આ મામલો વધુ ગરમાયો છે. શું આ ખરેખર સ્ટાફની બેદરકારી છે કે પછી ટેકનિકલ પ્રક્રિયા દરમિયાન બનેલી કોઈ અનિચ્છનીય ઘટના? તે હવે તપાસનો વિષય છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી સત્ય બહાર લાવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ Bhavnagar News: વલ્લભીપુરમાં પ્રજાના ટેક્સના પૈસાનું પાણી, ઘેલા નદીનું નાળું બન્યાના 3 મહિનામાં તૂટ્યું!

Tags :
Advertisement

.

×