Bhavnagar : દ્વારકાધીશના દર્શન કરવા નીકળેલો બાળકોનો સ્કેટિંગ સંઘ જામનગર પહોંચશે
- ભાવનગરના બાળકોને અનોખી કૃષ્ણભક્તિ
- સ્કેટિંગ સંઘ દ્વારકા દર્શને જવા નીકળ્યો
- હાલ સંઘ જામનગર પહોંચનાર હોવાનું જાણવા મળી રહ્યું છે
Bhavnagar : ભાવનગરથી દ્વારકાધીશના દર્શન કરવા માટે 21 બાળકોએ અનોખો ઉત્સાહ દર્શાવ્યો છે. બાળકોનો સ્કેટિંગ સંઘ જામનગર આવી પહોંચનાર છે. માત્ર ત્રણ દિવસમાંજ બાળકોએ ત્રણસો કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપી લીધું છે. બાળકોની કૃષ્ણભક્તિ અનેકને પ્રેરણા આપે તેવી છે. આગામી બે દિવસમાં બાળકોનો સ્કેટિંગ સંઘ દ્વારિકા પહોંચે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. સ્કેટિંગ સંઘમાં જોડાયેલા મોટા ભાગના બાળકો કિશોરો છે. જેમ જેમ યાત્રા આગળ વધતી જાય છે, તેમ તેમ તેમના ઉત્સાહ અને ઉમંગમાં વધારો થતો જોવા મળી રહ્યા છે.
બાળકોની કૃષ્ણ ભક્તિ
આજકાલ ઇન્ટરનેટના જમાનામાં ખાસ કરીને બાળકો સ્માર્ટ ફોન અને ટેબ્લેટમાંથી માથું બહાર કાઢવાનું નામ નથી લેતા. આવા કિસ્સાઓ આપણી નજીક બનતા હોય છે. પરંતુ આ વાતાવરણની હવા હજી ભાવનગરના બાળકોને નથી લાગી, તેની સાબિતી આપતો શ્રદ્ધાપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરથી 21 બાળકોનો સ્કેટિંગ સંઘ દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળ્યો છે. બાળકો મોબાઇલના વળગણથી દૂર થાય અને વ્યસન મુક્ત થઇને રમત-ગમત તરફ વળે તેવા ઉમદા હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
તમામનો સહયોગ મળ્યો
આ યાત્રામાં ત્રણ દિવસમાં પોણા ત્રણસો કિમીનું અંતર કાપીને સંઘ જામનગર સુધી પહોંચનાર છે. આ યાત્રામાં ચાર વર્ષથી માંડીને 17 વર્ષના કિશોરની ઉંમરના વિવિધ બાળકોએ ભાગ લીધો છે. આગામી બે દિવસમાં આ સ્કેટિંગ સંઘ 425 કિમીનું અંતર કાપીને દ્વારકા પહોંચશે તેવી શક્યતા સેવાઇ રહી છે. આયોજકનું કહેવું છે કે, જામનગર સુધીમાં પોલીસ પ્રશાસન અને સામાન્ય નાગરિકોને ભરપુર સહયોગ મળ્યો છે. અત્રે નોંધનીય છે કે, આ સંઘને જોનાર તમામ બાળકોને કૃષ્ણ ભક્તિને સલામ કરે છે, અને આજના બાળકોને ભગવાન તરફ વાળવાના પ્રયાસોની ભરપૂર સરાહના કરી રહ્યા છે.
આ પણ વાંચો -------- Deesa : હર્ષભાઈ સંઘવીએ ગૌહત્યારાઓને ચેતવણી આપતા જીવદયા પ્રેમીઓને જાહેરમાં આપ્યું મોટું વચન


