Bhavnagar: સોમનાથ નેશનલ હાઈવે બન્યો રક્તરંજિત, ટ્રિપલ એક્સિડન્ટમાં 3નાં મોત
- Bhavnagar Somnath National Highway પર ગોઝારો ત્રિપલ અકસ્માત
- રાજૂલાના ચારનાળા નજીક કાર, બાઈક અને એસટી બસ વચ્ચે ટક્કર થઈ
- કારમાં હાજર બંને મુસાફરોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્યાં છે
Bhavnagar : સોમનાથ નેશનલ હાઈવે (Bhavnagar Somnath National Highway) પર રાજૂલાના ચારનાળા નજીક કાર, બાઈક અને એસટી બસનો ગમખ્વાર ટ્રિપલ એક્સિડન્ટ (Triple accident) થયો છે. આ ગોઝારા અકસ્માતમાં કુલ 3ના ભોગ લેવાયા છે. એક કાળમુખી ક્ષણે એક પૂરઝડપે આવતી કાર ડિવાઈડર કુદીને રોડની સામેની બાજુથી આવતી એસટીને ટકરાઈ હતી. આ કારે એક બાઈકને પણ ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 2 મુસાફરોના તો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે.
ગોઝારો ટ્રિપલ એક્સિડન્ટ
Bhavnagar Somnath National Highway પર રાજૂલાના ચારનાળા નજીક કાર, બાઈક અને એસટી બસ વચ્ચે ગોઝારો ટ્રિપલ એક્સિડન્ટ થયો છે. આ Triple accident માં કુલ 3 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. જેમાં કારમાં સવાર 2 મુસાફરોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક સવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. સમગ્ર બનાવમાં પૂરઝડપે આવતી કાર ડિવાઈડર કુદીને રોડની સામેની બાજુથી આવતી એસટીને ટકરાઈ હતી. આ કારે એક બાઈકને પણ ટક્કર મારી હતી.
આ પણ વાંચોઃ Rajkot: ગોંડલમાં ધાણાના વેપારીને મેનેજરે જ 92.92 લાખનો ચૂનો ચોપડ્યો
રાજૂલા પોલીસે કાર્યવાહી શરુ કરી
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર રાજૂલાના ચારનાળા નજીક એક Triple accident થયો છે. આ એક્સિડન્ટમાં કાર, બાઈક અને એસટી બસ વચ્ચે ટક્કર થઈ છે. કાર ડિવાઈડર કુદીને રોડની સામેની બાજુથી આવતી એસટી બસને ટકરાઈ હતી. આ બનાવની જાણ થતાં જ રાજૂલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી છે. રાજૂલા પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કર્યા બાદ આગળની કાર્યવાહી શરુ કરી છે. જેમાં પોલીસને પ્રાથમિક તપાસમાં કારમાં સવાર બંને મૃતકો વડોદરાના હોવાનું માલૂમ પડ્યું છે.
આ પણ વાંચોઃ Vadodara : દુષિત પાણીથી અકળાયેલા રહીશોનો ક્રોધ બન્યો જવાળામુખી , માટલા ફોડી કર્યો ઉગ્ર વિરોધ