Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar પોલીસ બેડામાં એસપી નિતેશ પાંડેનો સપાટો: કાયદો અને વ્યવસ્થા સુધારવા એકસાથે 23 પોલીસકર્મીઓની આંતરિક બદલી

Police Transfer: ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને પોલીસ તંત્રની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેએ મોટો સપાટો બોલાવ્યો છે. એસપી દ્વારા પુરુષ અને મહિલા સહિત એકસાથે 23 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા છે. જેમાં ભૂતકાળમાં લઠ્ઠાકાંડનું એપીસેન્ટર રહેલા સંવેદનશીલ વરતેજ પોલીસ મથકના 7 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે શંકાસ્પદ ભૂમિકા અને નિષ્ક્રિયતા સામે આવેલા અહેવાલો બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવતાં સમગ્ર પોલીસ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
bhavnagar પોલીસ બેડામાં એસપી નિતેશ પાંડેનો સપાટો  કાયદો અને વ્યવસ્થા સુધારવા એકસાથે 23 પોલીસકર્મીઓની આંતરિક બદલી
Advertisement

Bhavnagar: જિલ્લામાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સુચારૂ જાળવણી માટે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેએ વહીવટી સ્તરે મોટો સપાટો બોલાવ્યો છે. પોલીસ તંત્રમાં શિસ્તબદ્ધતા લાવવા અને ભ્રષ્ટાચાર કે નિષ્ક્રિયતા સામે લાલ આંખ કરતાં એસપી દ્વારા એકસાથે 23 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. બદલી પામેલા કર્મચારીઓમાં પુરુષ તેમજ મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ આકરા નિર્ણયને પગલે સમગ્ર જિલ્લાના ખાખી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Tags :
Advertisement

.

×