Bhavnagar: શ્વાનને પાટુ મારવા જેવી નજીવી બાબતે થયો વિવાદ, 5 લોકો ઈજાગ્રસ્ત
Bhavnagar ના સુભાષનગર આવાસમાં શ્વાનને પાટુ મારવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો. મામલો ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. ઘટનામાં 5 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મારામારીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Bhavnagar News: ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા આવાસમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, શ્વાનને પાટુ મારવા જેવી બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો વિવાદ ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો અને બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા.

