Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar News:આવાસ યોજનાના ફ્લેટની છત તૂટી પડતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ

Bhavnagar News: ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. આવાસ યોજનાના ફ્લેટમાં બેઝમેન્ટની છત ધરાશાયી થતા મોટું ગાબડું પડ્યું હતું, જેમાં નીચેથી પસાર થઈ રહેલા ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
bhavnagar news આવાસ યોજનાના ફ્લેટની છત તૂટી પડતા 3 લોકો ગંભીર રીતે ઘાયલ
Advertisement
  • Bhavnagar ના સુભાષનગર આવાસ યોજનાના ફ્લેટની છત તૂટી
  • નબળી ગુણવત્તાને કારણે છતમાંથી ગાબડું પડ્યું
  • ગાબડું પડતા ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા
  • સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં થઈ કેદ
  • જીવના જોખમે લોકો આવાસ યોજનામાં રહેવા મજબૂર
  • તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવતા રોષ

Bhavnagar News: ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. આવાસ યોજનાના ફ્લેટમાં બેઝમેન્ટની છત ધરાશાયી થતા મોટું ગાબડું પડ્યું હતું, જેમાં નીચેથી પસાર થઈ રહેલા ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

Bhavnagar ના સુભાષનગર આવાસ યોજનાના ફ્લેટની છત તૂટી

આ ઘટનાએ આવાસ યોજનાના નિર્માણ કાર્યની નબળી ગુણવત્તા પર અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, અહીં રહેતા લોકો સતત જીવના જોખમે આ આવાસમાં રહેવા મજબૂર બન્યા છે. થોડા સમયના વપરાશમાં જ છતમાંથી આટલું મોટું ગાબડું પડવું તે બિલ્ડિંગની જર્જરિત અને નબળી સ્થિતિની સાબિતી આપે છે.

Advertisement

તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવતા રોષ

તંત્ર દ્વારા કરવામાં આવેલા નિર્માણ કાર્યમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલા ઘર હવે રહીશો માટે મુસીબતનું ઘર સાબિત થઈ રહ્યા છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં તંત્ર સામે ભારે રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો:  Bhavnagar News: પ્રથમવાર ચૂંટણી લડ્યા અને સીધા જ જિલ્લા પ્રમુખ! જાણો કોણ છે અશોક લાધવા?

Tags :
Advertisement

.

×