Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bhavnagar Surat Flight Service : ભાવનગર-સુરત વિમાન સેવા ફરી શરૂ, નિમુબેન બાંભણિયાના પ્રયાસો ફળ્યા

ભાવનગરના આંગણે ફરી વિમાનના પૈડાં ગુંજશે! કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના સઘન પ્રયાસો અને મુખ્યમંત્રી સાથેની સીધી વાતચીત બાદ ભાવનગર અને સુરત વચ્ચેની મહત્વની હવાઈ કડી જોડાઈ ગઈ છે. ખાસ કરીને હીરા ઉદ્યોગના માંધાતાઓ માટે આ એક સુવર્ણ તક સાબિત થશે. પરંતુ શું આ સેવા લાંબો સમય ટકશે? અને મુંબઈ માટેની આતુરતાનો અંત ક્યારે આવશે? તે જાણવા વાંચો વિગતો.
bhavnagar surat flight service   ભાવનગર સુરત વિમાન સેવા ફરી શરૂ  નિમુબેન બાંભણિયાના પ્રયાસો ફળ્યા
Advertisement
  • Bhavnagar Surat Flight Service : સાંસદના પ્રયાસો ફળ્યા!
  • 'હીરા ઉદ્યોગના વેપારીઓ અને મુસાફરો માટે ખુશખબર
  • આજથી 9-સીટર એરક્રાફ્ટ આકાશમાં ભરશે ઉડાન
  • મુખ્યમંત્રી સાથેની ટેલિફોનિક વાતચીત બાદ મળી મંજૂરી
  • સુરત બાદ હવે મુંબઈની વિમાન સેવા માટે પ્રયત્નો તેજ

Bhavnagar Surat Flight Service : ભાવનગર (Bhavnagar) અને સુરત (Surat) ના નાગરિકો માટે લાંબા સમયના પ્રતીક્ષાનો અંત આવ્યો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા (Nimuben Bambhaniya) ના સતત અને સક્રિય પ્રયાસોને પરિણામે ભાવનગરથી સુરત વચ્ચેની વિમાન સેવા આજથી પુનઃ શરૂ કરવામાં આવી છે. આ સેવા શરૂ થતા જ બંને શહેરોના હીરા ઉદ્યોગ (Diamond Industry) અને વેપારી આલમમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

Bhavnagar Surat Flight Service : 9-સીટર વિમાન ભરશે ઉડાન

મુસાફરોની સુવિધા અને ઝડપી પરિવહનને ધ્યાનમાં રાખીને પ્રારંભિક તબક્કે 9-સીટર એરક્રાફ્ટ (9-Seater Aircraft) દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંત્રી નિમુબેન બાંભણિયાએ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ સત્તાધારીઓ સાથે ટેલિફોનિક મંત્રણા કરી હતી. હીરા ઉદ્યોગના વેપારીઓને માલસામાનની હેરફેર અને મુસાફરીમાં પડતી મુશ્કેલીઓને રાજ્ય સરકાર સમક્ષ મક્કમ રીતે રજૂ કરવામાં આવી હતી, જેના ફળસ્વરૂપે સરકારે આ હવાઈ સેવાને તાત્કાલિક લીલી ઝંડી આપી છે.

Advertisement

Advertisement

હીરા ઉદ્યોગ અને વેપારને નવું બળ

સુરત અને ભાવનગર એ હીરાના વેપાર માટે એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. રોડ માર્ગે મુસાફરીમાં સમયનો ઘણો વ્યય થતો હતો, જે હવે આ વિમાન સેવાને કારણે બચશે. આ કનેક્ટિવિટીથી માત્ર હીરા ઉદ્યોગ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેના સામાજિક અને આર્થિક સંબંધો પણ વધુ મજબૂત બનશે. મંત્રીએ ખાતરી આપી છે કે આ તો માત્ર શરૂઆત છે, આગામી દિવસોમાં ભાવનગરથી મુંબઈ (Mumbai) ની વિમાન સેવા પણ શરૂ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે.

ભાવનગર એરપોર્ટ પર ઉત્સાહ

આજથી વિધિવત રીતે ફ્લાઇટ્સ શરૂ થતા ભાવનગર એરપોર્ટ (Bhavnagar Airport) પર મુસાફરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના એરક્રાફ્ટ હોવા છતાં, તેની ફ્રીક્વન્સી અને અનુકૂળ સમયપત્રકને કારણે બુકિંગમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાડાના દરો પણ વેપારી વર્ગને પરવડે તે રીતે સ્પર્ધાત્મક રાખવામાં આવ્યા છે, જેથી વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે.

આ પણ વાંચો : Bhavnagar માં અનોખી ચોરી: તસ્કરો ઘરેણાં નહીં પણ કલરની 119 ડોલ ચોરી ગયા

Tags :
Advertisement

.

×