Bhavnagar : આકાશમાં ગર્જના કરશે વાયુસેનાના 9 જેટ વિમાન, ત્રિરંગાથી રંગાશે આકાશ
ભાવનગરના આકાશમાં આગામી 1 નવેમ્બરે એવો નજારો સર્જાવાનો છે, જે શહેરવાસીઓ માટે યાદગાર બની શકે છે. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ ટીમ નવ અત્યાધુનિક વિમાનો સાથે પોતાના અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કરશે. આકાશમાં ત્રિરંગી રંગો અને રોમાંચક હવાઈ કરતબો ખાસ આકર્ષણ બનશે. જોકે, આ પ્રદર્શન પાછળ પાઇલટ્સની વર્ષોની મહેનત, વિશેષ તાલીમ અને એક અનોખી ટીમની કહાણી પણ જોડાયેલી છે.
Advertisement
Bhavnagar Suryakiran Air Show 2026 : ભાવનગરવાસીઓ માટે 1 નવેમ્બર, 2026નો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે. ભારતીય વાયુસેના (Indian Air Force)ની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (Suryakiran Aerobatic Team) ભાવનગરના બોરતળાવ ખાતે ભવ્ય એર શો રજૂ કરશે. વાયુસેનાની પ્રેસ રિલીઝ અનુસાર, રવિવારે સવારે 10:30 વાગ્યે યોજાનારા આ પ્રદર્શનમાં 9 હોક એમકે-132 વિમાન આકાશમાં અદ્ભુત કરતબો બતાવશે.

