Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : ખેડૂતો સાથે શ્રમિકોની પણ સ્થિતિ દયનીય બની! Gujarat First નાં માધ્યમથી ઠાલવી વેદના

ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોની સાથે શ્રમિકોની પણ હાલત દયનીય થઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનાં પાક નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોનાં ખેતરમાં કામ અર્થે આવેલા શ્રમિકો પણ લાચાર બન્યા છે. શ્રમિકોની સામે પણ સરકાર જોવે તેવી શ્રમિકોએ માગ કરી છે. પાક નિષ્ફળ જતા હવે મજૂરી કોણ આપશે? એવો સવાલ ગુજરાત ફર્સ્ટનાં માધ્યમથી શ્રમિકોએ કર્યો છે.
bhavnagar   ખેડૂતો સાથે શ્રમિકોની પણ સ્થિતિ દયનીય બની  gujarat first નાં માધ્યમથી ઠાલવી વેદના
Advertisement
  1. Bhavnagar જિલ્લાના ખેડૂતોની સાથે શ્રમિકોની પણ દયનીય હાલત!
  2. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનાં પાકો નિષ્ફળ ગયા
  3. ખેડૂતોનાં ખેતરમાં કામ અર્થે આવેલા શ્રમિકો પણ લાચાર બન્યા
  4. શ્રમિકોની સામે પણ સરકાર જોવે તેવી શ્રમિકોની માગ
  5. વરસાદના કારણે પાક નિષ્ફળ જતા હવે મજૂરી કોણ આપશે?: શ્રમિકો

Bhavnagar : ભાવનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ (Unseasonal Rains) થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે, ખેડૂતોની સાથે શ્રમિકોની પણ હાલત દયનીય થઈ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોનાં પાક નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોનાં ખેતરમાં કામ અર્થે આવેલા શ્રમિકો પણ લાચાર બન્યા છે. શ્રમિકોની સામે પણ સરકાર જોવે તેવી શ્રમિકોએ માગ કરી છે. વરસાદના કારણે પાક નિષ્ફળ જતા હવે મજૂરી કોણ આપશે? એવો શ્રમિકોનાં સવાલ છે.

આ પણ વાંચો - ગૃહિણી દિવસની ઉજવણી વચ્ચે NCRB ના ચિંતાજનક આંકડા સામે આવ્યા

Advertisement

Bhavnagar જિલ્લાના ખેડૂતોની સાથે શ્રમિકોની પણ દયનીય હાલત!

ભાવનગર (Bhavnagar) શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. માવઠાના કારણે જ્યાં એક તરફ ભાવનગર જિલ્લાના ખેડૂતોનાં પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂતો ચિંતામાં મૂકાય છે ત્યાં બીજી તરફ શ્રમિકોની (Farm Workers) પણ સ્થિતિ દયનીય બની છે. ખેડૂતોનાં ખેતરમાં કામ અર્થે આવેલા શ્રમિકો લાચાર બન્યા છે. ખેડૂતોને તો પાક નુકસાનની સરકાર સહાય આપશે પણ શ્રમિકોનું શું? તેવા સવાલ શ્રમિકો કરી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પંચમહાલ, ગોધરા સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા ખેત શ્રમિકોની સામે પણ સરકાર જોવે.

Advertisement

આ પણ વાંચો - રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કમોસમી વરસાદથી નુકશાનનું નીરિક્ષણ કરશે

મધ્યમ અને ગરીબ વર્ગનાં શ્રમિકોનું કોણ? સરકાર સહાય આપે તેવી માગ

શ્રમિકોમાં કહ્યું કે, ચાર મહિના મહેનત કરી પરંતુ, કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ (Crop Damage) જતા હવે મજૂરી કોણ આપશે? ગરીબ અને મધ્યમ વર્ગનાં શ્રમિકો પોતાના બાળકો સાથે મજૂરી કરવા પહોંચ્યા હતા પરંતુ, વરસાદ વેરી બનતા હવે શ્રમિકો બેકાર બન્યા છે. સરકાર પાસે શ્રમિકોએ પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પોતાની વેદના ઠાલવી સરકાર સહાય આપે તેવી માગ કરી છે. એક શ્રમિકે કહ્યું કે, મધ્યમ અને ગરીબ વર્ગનાં શ્રમિકોનું કોણ? સરકાર અમારા છોકરા સામે જોઈને કંઈક આપે તો સારું! જમવાનું ઘરનું લાવ્યા હતા એ પણ પૂરું થઈ ગયું છે. ખેડૂતોએ હાલ અમને સાચવ્યા છે પરંતુ, ખેડૂતોનાં ખેતરમાં જ કઈ રહ્યું નહિ. હવે, સરકાર સહાય આપે તેવી માંગ શ્રમિકો કરી રહ્યા છે.

આ પણ વાંચો - Jamnagar : આહીર સમાજે રિવાજો-કુરિવાજોમાં અનેક મહત્ત્વનાં સુધારા કર્યા!

Tags :
Advertisement

.

×